કાલોલ ની અમૃત વિધાલય ખાતે વિધાર્થીઓને ફુડ પોઈઝન ની અસર ને લઈ ભારે રોષ સાથે વાલીઓ રજૂઆત કરવા શાળાએ પહોંચ્યા..
તારીખ ૨૯/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નજીક મલાવ રોડ ઉપર આવેલ અમૃત વિધાલય ખાતે શુક્રવારે બપોરના ખાણા મા શાળા તરફથી બાળકોને ઈડલી સંભાર અને મેંદુવડા આપવામા આવ્યા હતા જે બાદ સતત બે દિવસ થી બાળકોને તથા શાળાના શિક્ષકો ને પણ માથાનો દુખાવો ઝાડા ઉલટી અને ચક્કર આવવાની સમસ્યા થઈ છે વાલીઓએ પોત પોતાની રીતે બાળકોની દવા સારવાર કરાવી છે ત્યારે રવિવારે પણ કેટલાક વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. શાળામા પાણી પણ દુષિત આવતુ હોવાની વિગતો મળી આવેલ છે અને પરિણામે આરોગ્ય વિભાગની ટીમ પણ શાળા મા દોડી આવી હતી અને પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે આજ રોજ સોમવારે અમૃત વિધાલય ખાતે વાલીઓ ભેગા થયા હતા અને પ્રિન્સીપાલ ને રજુઆત કરી હતી પરંતુ વાલીઓની રજુઆત સાંભળવા જવાબદાર ટ્રસ્ટી હાજર રહ્યા ન હતા શાળા દ્વારા આ મામલે પોતાની કોઈ પણ પ્રકારની ભુલ ન હોવાની વાત કરી છે અને જક્કી વલણ અખત્યાર કરી રહ્યા છે બાળકોને નવરાત્રી ના ઉજાગરા નુ કારણ આપી શાળા પોતાનો બચાવ કરી રહી છે ત્યારે શુ એકસામટા આટલા બધા બાળકોને એક સરખી બીમારી આવે ખરી? તે પ્રશ્ન ઉઠ્યો છે. આજ રોજ વાલીઓએ ભારે રોષ પુર્વક પોતાની લેખીત રજૂઆત કરી બાળકોના કરાવેલ રિપોર્ટ મા બાળકોના સીઆરપી લેવલ વધારે જોવા મળ્યા છે અને બાળકોએ માનસિક સંતુલન પણ ગુમાવેલ છે. શાળાની ગંભીર બેદરકારી ને કારણે બાળકોને જીવનું જોખમ થયેલ છે ત્યારે જ્યાં સુધી આ મામલે યોગ્ય નિર્ણય લેવામાં ન આવે અને જવાબદાર તમામ સામે કાયદેસર કાર્યવાહી ન કરવામાં આવે ત્યાં સુધી તેઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલશે નહીં તેવુ જણાવેલ છે. અને અરજીની કોપી જીલ્લા કલેક્ટર તથા જીલ્લા શિક્ષણાધિકારી ને મોકલી આપી છે.આજ રોજ મામલો ગંભીર બનતા કાલોલ મામલતદાર વિકાસભાઇ પટેલ અને કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ભાવેશભાઇ કટારીયા તથા કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર ડો મિનેશ દોષી પણ સ્કુલ ખાતે દોડી આવ્યા હતા અને ટ્રસ્ટી સાથે ફોન પર વાતચીત કરી હોવાનું જાણવા મળેલ છે.