તા.૨૯.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ નજીક રેંટિયા જેકોટ રેલ્વે સ્ટેશન ની વચ્ચે માલગાડી ટ્રેન ની અડફેટે આવી જતા યુવકનુ મોત પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ
તા.૨૭.૦૯.૨૦૨૫ શનિવાર સાંજે ૦૬:૪૫ કલાકે મળતી માહિતી અનુસાર લાલ કલર ની ટીશર્ટ પહેરેલ અજાણયો ઈસમ જે રેટીયા જેકોટ રેલ્વે સ્ટેશન વચ્ચે થી રેલ્વે ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો.તે દરમિયાન પૂર ઝડપે આવતી માલગાડી ટ્રેન ની અડફેટે આવી જતા યુવકનુ ઘટના સ્થળેજ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું માલગાડી ટ્રેન ની અડફેટે એક યુવકનુ રેટીયા જેકોટ રેલ્વે સ્ટેશન ની વચ્ચે ટ્રેન ની અડફેટે એક યુવકં અડફેટે આવ્યો છે.જેવી જાણ રેલ્વે રાજકીય પોલીસ ને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી લાશનો કબ્જો મેળવી લાશને પોસ્ટ મોર્ટમં અર્થે ખસેડી આ ઈસમ કોણ છે.સું નામ છે.ક્યાં ગામમાં રહે છે તેવી તપાસ નો ધમ ધમાટ આરંભ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે