ગીર ગઢડા તાલુકાના કાંધી ગામના ખેડૂતોના ટેકાના ભાવે ખરીદીના ફોર્મ સેટેલાઈટ દ્વારા રિજેક્ટ થતા ગીર ગઢડા મામલતદાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી
ગીર ગઢડા તાલુકાના કાંધી ગામના ખેડૂત ખાતેદારોના ટેકાના ભાવના ફોર્મ સેટેલાઈટ દ્વારા ભરવામાં આવ્યા હતા
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકાના કાંધી ગામના ખેડૂતોના ટેકાના ભાવે ખરીદીના ફોર્મ સેટેલાઈટ દ્વારા રિજેક્ટ થતા ગીર ગઢડા મામલતદાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી
ગીર ગઢડા તાલુકાના કાંધી ગામના ખેડૂત ખાતેદારોના ટેકાના ભાવના ફોર્મ સેટેલાઈટ દ્વારા ભરવામાં આવ્યા હતા જેમાં માત્ર એક ટકા જેટલા ફોર્મ વેરીફાઇ થયા અને બાકીના ખેડૂતોના ફોર્મ રિજેક્ટ થયા હોઈ જેથી તે બાબતે યોગ્ય કાર્યવાહી કરી તમામ ખેડૂતના રિજેક્ટ થયેલા ફોર્મ ફરી યોગ્ય રીતે ભરાઈ તે બાબતે કાંધી ગામના ખેડૂતોએ સરપંચ ને સાથે રાખી ગીર ગઢડા મામલતદાર.અને તાલુક વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ
તેમજ ગીર ગઢડા તાલુકાના કાંધી ગામના ખેડૂતો દ્વારા મગફળી ખરીદીની ઓનલાઇન અરજીઓ કરવામાં આવેલી હતી જે સેટેલાઈટ દ્વારા સર્વે કરવામાં આવેલું હતું જેમાં કાંધી ગામ ના એક ટકા જેટલા ખેડૂતોનો સર્વે થયેલ અને અને બાકીના કાંધી ગામના તમામ ખેડૂતોના ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલ હોઈ જે સેટેલાઈટ દ્વારા ભૂલ રહી ગયેલ છે આ બાબતે કાંધી ગામના ખેડૂતો દ્વારા ગીર ગઢડા મામલતદાર.શ્રી તાલુકા વિકાસ અધિકારી. તેમજ ઉના પ્રાંતને આવેદનપત્ર પાઠવી સેટેલાઈટ દ્વારા સર્વે કરી અને તમામ ખેડૂતો ના ફોર્મ યોગ્ય રીતે ભરવામાં આવે તેવી રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. તેમજ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી
આવેદનપત્ર આપવા આવેલા ખેડૂતોને તેમજ કાંધી ગામના લોકોને મામલતદાર ગીર ગઢડા દ્વારા કાંધી ગામમાં થતી ખનીજ ચોરી બાબતે ટકોર કરી હતી મામલતદારશ્રીએ આવેદનપત્ર આપવા આવેલા ખેડૂતોને અને કાંધી ગામના લોકોને કાંધી ગામમાં થતી ખનીજ ચોરી વિશે જણાવ્યું હતું અને ખનીજ ચોરી બંધ કરવા ગામ લોકો સહકાર આપે તેવું પણ મામલતદાર સાહેબ દ્વારા ગામ લોકોને જણાવવામાં આવ્યું હતું. તેમજ ગામ લોકોએ પણ જણાવ્યું હતું કે ત્યાંથી ખનીજ ભરેલા ટ્રેકટરો બેફામ અને બેરોકટોક પુરપાટ ઝડપે નીકળે છે તે કોની રહેમ નજર હેઠળ તેપણ એક સવાલ છે
વધુમાં મામલતદારશ્રી એ એવું પણ જણાવ્યું હતું કે હું આવ્યા પછી મેં કાંધી ગામમાં બે થી ત્રણ વખત ખનીજ માં રેડ કરી છે પરંતુ હજી સુધી કાંધી ગામની અંદર ખનીજ ચોરી ચાલુ હોય તો ગામ લોકોએ પણ જોવું જોઈએ
તો સવાલ એ છે કે શું તંત્ર ને જાણ હોવા છતાં પણ ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે તો કોની રહેમ નજર હેઠળ અને ખનીજ માફીયાઓ ને લગામ ક્યારે?