GUJARATKUTCHMANDAVI

દિવાળીના તહેવારોને અનુલક્ષીને રાજ્યના કર્મચારીઓનો પગાર વહેલો કરવા માંગ.

રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી અને નાણામંત્રીને પત્રો લખ્યા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી ,તા-૩૦ સપ્ટેમ્બર :  રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને માહે ઓક્ટોબર-૨૦૨૫ ના પગાર ભથ્થા / પેન્શનની ચુકવણી માહે ઓક્ટોબરમાં કરવા બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સતીશ પટેલ અને મહામંત્રી ભરત ચૌધરી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈને લખેલ પત્રોની વિગતો આપતા કચ્છ જિલ્લાના કર્મચારી અગ્રણી હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર નાણાં વિભાગનાં તા.૧૩/૧૦/૧૯૯૩ નાં ઠરાવ થી સરકારી કર્મચારીઓનાં જે માસનાં પગાર ભથ્થા ચુકવવાપાત્ર હોય તે પછીનાં પ્રથમ ત્રણ કામકાજનાં દિવસો દરમિયાન સ્ટેગરીંગ પ્રથા અનુસાર ચુકવવાનાં હુકમો કરવામાં આવેલ છે.જે અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ/પેન્શનરોને માહે ઓક્ટોબર-૨૦૨૫ ના પગાર ભથ્થા/પેન્શનની ચુકવણી તા.૦૧/૧૧/૨૦૨૫. તા.૦૨/૧૧/૨૦૨૫ અને તા.૦૩/૧૧/૨૦૨૫ નાં રોજ કરવાની થાય છે. પરંતુ તા.૧૯/૧૦/૨૦૨૫ થી ૨૩/૧૦/૨૦૨૫ સુધી દિવાળીના તહેવાર છે. આ તહેવારની ગુજરાતમાં દરેક લોકો ધામધુમથી ઉજવણી કરતાં હોય છે અને સામાન્ય રીતે દરેક પ્રજાજનો તેમના પરિવાર માટે આ તહેવારનાં ૧૦-૧૫ દિવસ પહેલા ખરીદીની શરૂઆત કરતાં હોય છે.નાણાં વિભાગનાં તા.૧૩/૧૦/૧૯૯૩ નાં ઠરાવની જોગવાઈ અનુસાર નિયત તારીખે કર્મચારીઓ/પેન્શનરોનાં માહે ઓકટોબર-૨૦૨૫ નાં પગાર ભથ્થા/પેન્શનની ચુકવણી કરવામાં આવે તો કર્મચારીઓ/પેન્શનરો તેમનાં પરિવારના સભ્યો માટે તહેવારની ઉજવણી માટે નિયત ખરીદી કરી શકે નહિં જેનાં કારણે વેપારી વર્ગ પણ ખરીદીનાં અભાવે આર્થિક સંકડામણ અનુભવે અને તેઓ પણ તેમનાં પરિવાર સાથે આનંદ ઉત્સાહથી દિવાળીનાં તહેવારની ઉજવણી ન કરી શકે.

ઉક્ત બાબતે તિજોરી કક્ષાએ પણ વહેલા પગાર ચુકવણા થવાથી નાણાકીય કામકાજ સંભાળતા કર્મચારીઓ તહેવારમાં મુક્ત રીતે કોઈ પણ પ્રકારના કામના દબાણ વગર તહેવાર માણી શકે છે. આ સંજોગોમાં ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર તા.૧૮/૧૦/૨૦૨૫ થી શરૂ થનાર હોઈ, કર્મચારીઓ અને પેન્શનરો આનંદ અને ઉત્સાહપુર્વક આ તહેવાર ઉજવી શકે તે માટે નાણાં વિભાગનાં તા.૧૩/૧૦/૧૯૯૩ નાં ઠરાવમાં છુટછાટ મુકી માહે ઓક્ટોબર-૨૦૨૫ માસના રાજ્ય સરકારનાં તમામ સરકારી કર્મચારીઓ/પેન્શનરોના પગાર ભથ્થા/પેન્શનની ચુકવણી તા.૧૩/૧૦/૨૦૨૫. તા.૧૪/૧૦/૨૦૨૫ તથા તા.૧૫/૧૦/૨૦૨૪ દરમિયાન તબક્કાવાર કરવા કર્મચારી મહામંડળ દ્વારા માંગ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!