તા.૩૦.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ APMCના વેપારી કૈલાસભાઇ ખંડેલવાલે જીએસટી ઘટાડી દેશના સર્વાંગી વિકાસ માટેનું ઉત્તમ પગલું લેવા બદલ વડાપ્રધાનનો માન્યો આભાર
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશી દ્રષ્ટિ થકી દેશમાં સહકાર ક્ષેત્ર વિકાસના માર્ગે ગતિશીલ બન્યું છે. જેથી, ખેડૂતો અને પશુપાલકો આર્થિક રીતે સક્ષમ બન્યા છે અને તેમની આવકમાં પણ વધારો થયો છે. ત્યારે સહકાર ક્ષેત્રની સમૃદ્ધિ સાથે પશુપાલકો અને ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ માટે આભાર વ્યક્ત કરવા દાહોદ જિલ્લાની તમામ સહકારી જેવી કે સેવા સહકારી મંડળીઓ, દુધ મંડળીઓ, એ.પી.એમ.સી., જીલ્લા સહકારી ખરીધ વેચાણ સંઘ, તાલુકા સહકારી ખરીધ વેચાણ સંઘ સંસ્થાનાઓના હોદ્દેદારો, સભ્યો, ખેડૂતો, પશુપાલકો દ્વારા તથા તેમના પરિવારજનો સભ્યોએ વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખીને તેમનો આભાર માન્યો હતો.વેપારી કૈલાસભાઇ ખંડેલવાલે કહ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં શરૂ થયેલું આત્મનિર્ભર ભારત અને “વોકલ ફોર લોકલ” અભિયાન ભારતનાં ઔદ્યોગિક પરિવર્તનનાં નવા યુગનો પ્રારંભ બન્યું છે. “વોકલ ફોર લોકલ” ના મંત્ર એ દેશના સ્થાનિક ઉત્પાદનો, કારીગરો અને ઉદ્યોગોને સમર્થન આપવાની સાથે તેમના ગૌરવને પણ વધાર્યું છે. જીએસટી સુધારાથી ગરીબ અને મધ્યમ વર્ગથી લઈને યુવાનો, ખેડૂતો, મહિલાઓ, દુકાનદારો, વેપારીઓ અને ઉદ્યોગસાહસિકો સુધી દરેકને ખૂબ ફાયદો થશે તમામને ટૅક્સ સુધારાને કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓ સસ્તી થઇ છે. જેથી દાહોદ જિલ્લાના તમામ નાગરીકો વતી હું વડાપ્રધાનનો ખુબ ખુબ આભાર માનું છું