કાલોલની દ્વારકેશનગર સોસાયટી અને ગધેડી ફળિયામાંથી બે મોટરસાયકલની ચોરી થતા નોધાઇ ફરિયાદ.
તારીખ ૦૧/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલના દ્વારકેશનગર સોસાયટી ખાતે રહેતા ઇશ્વરકુમાર શનાભાઇ રાઠોડ ગત તા ૨૮/૦૯ ના રાત્રે પોતાની પલ્સર મોટરસાયકલ લઈને ગરબા જોવા ગયા હતા અને તા ૨૯/૦૯ ના મોડી રાત્રે આશરે એકાદ વાગે પરત આવી પોતાના ઘર આંગણે મોટરસાયકલ લોક કરી પાર્ક કરી સુઈ ગયા હતા બીજે દિવસે સવારે 11:00 કલાકે નોકરી પર જવા માટે નીકળ્યા હતા ત્યારે ઘર આંગણે મોટરસાયકલ જોવા મળી નહીં આસપાસ તપાસ કરતા મળી આવી નહીં જેથી તેઓએ ઈએફઆઇઆર નોંધાવી હતી ત્યારબાદ તેઓને જાણવા મળેલ કે ગધેડી ફળિયામાં રહેતા સલામ ભાઈ ઈસ્માઈલભાઈ મેતરની હીરો કંપનીની એચફ ડીલક્ષ મોટરસાયકલ ની પણ ચોરી થઈ છે. જેથી આજ રોજ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઈશ્વરભાઈની મોટરસાયકલ રૂ ૩૦,૦૦૦/ ની ચોરી તથા એચએફ ડીલક્ષ મોટરસાયકલ ની ચોરી અંગે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.