વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૦૧ ઓક્ટોબર : ભચાઉ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરડી ખાતે તાલુકા હેલ્થ ઓફીસર ડો.નારાયણ સિંઘ સાહેબ ના માર્ગદર્શન અંતર્ગત “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન ઉજવણી અંતર્ગત આરોગ્ય કેમ્પનું આયોજન આજ રોજ તારીખ ૧ ઓક્ટોબર ના રોજ આમરડી સરપંચશ્રી જમનાબેન કરસનભાઈ ગામી અને મેડિકલ ઓફિસરશ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ નો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે કેમ્પમાં કુલ 103 લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.આ કેમ્પ દરમિયાન ભચાઉ સ્ત્રી રોગ નિષ્ણાત ડો.પાર્થ ભટ્ટ સાહેબ ની ઉપસ્થિતિમાં 32 સગર્ભા માતાઓની ANC તપાસ કરવામાં આવી હતી દાંત રોગનિષ્ણાત ડો ઉર્વશીબેન સોલંકી દ્વારા 37 લાભાર્થીઓ ની તપાસ કરવામાં આવી. સાથે ટીબી સ્ક્રીનિંગ ,NCD, મેલેરિયા, ડેન્ગ્યુ , લેપ્રિસી,અને તેમને જરૂરી સ્કીનિગ અને માર્ગદર્શન મેડિકલ ઓફીસર દ્રારા આપવામાં આવેલ.કેમ્પમાં કિશોરીઓ માટે એડોલેશન હેલ્થ ચેકઅપ, વજન, ઉંચાઈ, HB તપાસ, માસીક સ્વચ્છતા , BMI તેમજ માર્ગદર્શન 34 કિશોરીઓ નું એડોલેશન હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર દ્રારા કરાયું હતું. અને મહિલાઓ માટે બ્રેસ્ટ સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યુ , જેના દ્વારા આરોગ્ય જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો.કેમ્પ દરમિયાન મહિલાઓમાં પોષણ, સાફસફાઈ, માતૃત્વ આરોગ્ય અને સમયસર ચકાસણી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.