વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૦૨ ઓક્ટોબર : ભચાઉ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર આધોઈ ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન ઉજવણી અંતર્ગત આરોગ્ય કેમ્પનું આયોજન આજ રોજ તારીખ 1 ઓક્ટોબર ના કરવામાં આવ્યું હતું. જે કેમ્પ નું દીપ પ્રાગટય થી પ્રારંભ આધોઈ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રાજાભાઈ પટેલ ભચાઉ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. નારાયણ સિંહ, તાલુકા સુપરવાઇઝર દીપકભાઈ દરજી,સી.એચ.સી. આધોઈ ના ઇન્ચાર્જ અધિક્ષક ડૉ. દીપલ ચૌધરી સાહેબ અને ડૉ. ફોરમ પ્રજાપતિ તેમજ ડૉ. દર્શન સાહેબ તેમજ આર કેસ કે પ્રોગ્રામ ના કાઉન્સેલર કિરેનકુમાર પાતર દ્રારા કરવામાં આવેલ જે કેમ્પમાં કુલ 183 લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.આ કેમ્પ દરમિયાન સી.એચ.સી. આધોઈ મેડિકલ ટીમ એ સેવાઓ આપેલ. સાથે ટીબી સ્ક્રીનિંગ , એચ.આઈ.વી. એઇડઝ , એન.સી.ડી, મેલેરિયા, ડેન્ગ્યુ જરૂરી સ્કીનિગ અને માર્ગદર્શન આપવામાં આવેલ. લાભાર્થીઓ ને આરોગ્ય ની વિવિધ યોજના અને કાર્યક્રમો અંગે માહિતી આપવામાં આવેલ.
કેમ્પમાં કિશોરીઓ માટે એડોલેશન હેલ્થ ચેકઅપ, વજન, ઉંચાઈ, એચ.બી, તપાસ, માસીક સ્વચ્છતા , બી.એમ.આઈ. તેમજ માર્ગદર્શન અપાયું હતું. લેબ ટેસ્ટ કરાયેલ. સાથે મહિલાઓ માં આરોગ્ય જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો.કેમ્પ દરમિયાન મહિલાઓમાં પોષણ, સાફસફાઈ, માતૃત્વ આરોગ્ય અને સમયસર ચકાસણી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પ ને સફળ બનાવવા સી.એચ.સી. આધોઈ ના સમગ્ર સ્ટાફ એ ઝહેમત ઉઠાવેલ