ચુડાનાં ભગુપુર ગામે અનોખી પરંપરા દશેરાનાં બદલે નવમા નોરતે જ રાવણ દહન કાર્યક્રમ
તા.02/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ભગુપુર ગામમાં 72 વર્ષથી એક અનોખી પરંપરા ચાલી રહી છે જ્યાં દેશભરમાં દશેરાના દિવસે રાવણ દહન થાય છે ત્યાં આ ગામમાં નવરાત્રિના નવમાં નોરતે રાવણ દહન કરવામાં આવે છે ગ્રામજનોની એવી પણ માન્યતા છે કે રાવણના પૂતળાને વાંસનો ધોકો મારવાથી બીમારીઓ દૂર થાય છે સામાન્ય રીતે નવરાત્રિના નવ દિવસ નવદુર્ગા માતાજીની આરાધના કર્યા બાદ દશેરાના પાવન પર્વ પર આસુરી વૃત્તિઓનો નાશ કરવા રાવણ દહન કરવામાં આવે છે પરંતુ ભગુપુર ગામમાં આ પરંપરા દશેરાના બદલે નવરાત્રિના નવમાં દિવસે જ ઉજવાય છે આ અનોખી પરંપરા પાછળ 72 વર્ષ જૂનો ઇતિહાસ જોડાયેલો છે 72 વર્ષ પહેલાં ભગુપુર ગામમાં પ્લેગની બિમારીએ હાહાકાર મચાવ્યો હતો જેના કારણે અનેક લોકોના મોત થયા હતા તે સમયે એક યુવકે અંબે માતાજી સમક્ષ પ્રતિજ્ઞા લીધી હતી કે જો ગામમાંથી પ્લેગનો રોગ દૂર થઈ જશે તો દર વર્ષે નવરાત્રિમાં બે દિવસ ભવાઈ અને નવમાં નોરતે રાવણ વધ કરવામાં આવશે માતાજીની કૃપાથી પ્લેગના કારણે ગામમાં એક પણ વ્યક્તિનું મોત થયું નહોતું ત્યારથી આ પરંપરા મુજબ નવરાત્રિમાં બે દિવસ ભવાઈ અને નવમાં નોરતે રાવણ વધ કરવામાં આવે છે.