સુરેન્દ્રનગર મનપા દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સફાઈમિત્ર સુરક્ષા શિબિરનું ભવ્ય આયોજન
સ્વચ્છ ભારત મિશન 1.0ના રૂપિયા 5.9 કરોડના વિકાસ કામોનું ઈ-ખાતમૂહૂર્ત વણીન્દ્રધામ પાટડી દ્વારા સ્નેહભોજનનું આયોજન
તા.02/10/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સ્વચ્છ ભારત મિશન 1.0ના રૂપિયા 5.9 કરોડના વિકાસ કામોનું ઈ-ખાતમૂહૂર્ત વણીન્દ્રધામ પાટડી દ્વારા સ્નેહભોજનનું આયોજન, નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને સાંસદ ચંદુભાઈ શિહોરાની વિશેષ ઉપસ્થિતિમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે 2જી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતી અને સ્વચ્છતા હી સેવા 2025ની ઉજવણીના ભાગરૂપે સફાઈમિત્ર સુરક્ષા શિબિરનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના મહાયજ્ઞમાં સફાઈકર્મીઓનો બહુમૂલ્ય ફાળો છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સફાઈકર્મીઓની સુરક્ષાને ધ્યાને લઈને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સફાઈ કર્મીઓના બાળકોને શૈક્ષણિક પ્રવૃતિઓના મદદરૂપ બની શકાય એ પ્રકારની પ્રવૃતિઓ કરવામાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે તેમ જણાવી સુરેન્દ્રનગર શહેરના વિકાસની વાત કરી હતી તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા આપણે સૌએ સ્વદેશી વસ્તુઓ અપનાવી પડશે વોકલ ફોર લોકલના સૂત્રને અનુસરીને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવું પડશે આપણે સૌ દેશમાં જ બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવા સંકલ્પ કરીએ તેમ પણ જણાવ્યું હતું આ પ્રસંગે સાંસદ ચંદુભાઈએ દેશભરમાં સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આપણે સૌએ સ્વચ્છતા બાબતે જાગ્રત થવાની જરુરી છે સુરેન્દ્રનગર શહેરને સ્વચ્છ અને સુંદર રાખવામાં સફાઈ કર્મીઓનો મોટો ફાળો છે તેમ જણાવી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સફાઈ કર્મીઓની સુરક્ષા શિબિરના આયોજનને બિરદાવ્યું હતું આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડો.નવનાથ ગવ્હાણેએ સુરેન્દ્રનગર મહાનગર પાલિકામાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા દરેક કર્મચારીનું સ્વાસ્થ્ય સારુ જળવાય રહે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જીવનમાં શિક્ષણ મેળવવું ખૂબ જરુરી છે ત્યારે દરેક સફાઈ કર્મીઓના બાળકો પણ અભ્યાસ કરે એ જરુરી છે આ તકે મહાનુભાવોના હસ્તે સ્વચ્છ ભારત મિશન 1.0ના રૂપિયા 5.9 કરોડના વિકાસ કામોનું ઈ-ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ સૌએ સ્વચ્છતા જાળવવાના શપથ પણ લીધી હતા આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે સ્વચ્છતા હી સેવા 2025″ અભિયાન અંતર્ગત સહભાગી બનનાર શાળા/કોલેજો અને સ્વચ્છોત્સવ” અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારા સબ સેનેટરી ઈન્સ્પેક્ટરઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત સુરેન્દ્રનગર શહેરને સ્વચ્છ અને સુંદર શહેર બનાવવા ફરજના ભાગરૂપે અમૂલ્ય યોગદાન આપનારા સફાઈકર્મીઓના અભ્યાસ કરતા છોકરાઓને નોટબુકનું વિતરણ અને સફાઈ કામદારોને પીપીટી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહાનુભાવોએ રીબીન કાપીને સફાઈમિત્ર સુરક્ષા શિબિર (મેડકલ કેમ્પ)નો પ્રારંભ કરાવ્યો હતો આ કેમ્પમાં સફાઈ કામદારોના આરોગ્યની તપાસણી, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા કવચ, આભાકાર્ડ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી તેમજ દરેક સફાઈકર્મીઓના સ્વાસ્થ્યની ચકાસણી પણ કરવામાં આવી હતી આ તકે સ્વામિનારાયણ મંદીર, વણીન્દ્રધામ પાટડી દ્વારા સામાજિક સમરસતા સૌ સાથે મળીને ભોજન કરે એવી ભાવનાથી સ્નેહ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં મહાનુભાવોએ પણ વણીન્દ્રધામ પાટડીનો પ્રસાદ લીધો હતો આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, મહામંત્રી વિપુલભાઈ ચૌહાણ, ઘનશ્યામભાઈ, નીરવભાઈ દવે, સ્વામિનારાયણ મંદીર વણીન્દ્ર ધામ પાટડીના પ્રેસિડેન્ટ ભાવેશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ સહિત સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.