ધ્રાંગધ્રાનાં વતની પરિણીતાનું મોરબીમાં ગરબા રમતાં હાર્ટ એટેકથી મૃત્યુ થયુ.
તા.02/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જશમતપુર ગામની પરિણીતા મોરબી નવરાત્રીના ગરબા રમતા રમતા એટેક આવતા સમયે અચાનક ઢળી પડતા મોત થતા માતમ છવાઇ ગયો છે વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર કોરોનાકાળ બાદ નાની વયે એટેકથી મોતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના જશમતપુર ગામના હાલ મોરબી વ્યવસાય કરતા દીલીપભાઇ ભોરણીયાના પત્ની અને ઘણાદ ગામની દીકરી જીંદગીબેન પટેલ નવરાત્રી દરમિયાન મોરબી ખાતેની સોસાયટીમાં નવરાત્રિ નિમિતે ગરબા રમી રહયા હતા આ દરમ્યાન એકાએક ઢળી પડતા તાત્કાલીક હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ હોસ્પિટલ પહોચે એ પહેલા જ મહિલાનું મોત થયુ હતુ જેથી ડોકટરે મૃત જાહેર કર્યા હતા આમ 33 વર્ષીય મહિલાનું એકાએક હાર્ટ એટેકથી મોત થતા પરિવાર સહિત ધ્રાંગધ્રા પંથકમાં શોકની લાગણી પ્રસરી હતી અત્રે ઉલ્લેખનિય છે કે 33 વર્ષની નાની વયે હાર્ટ એટકથી મહિલાનું મોત થતા અન્યની જીંદગીમાં પ્રકાશ ફેલાય એ હેતુથી મહિલાના પરીવારજનોએ મૃતક મહિલાનાં ચક્ષુઓનું દાન કરી સમાજમાં અનોખો સંદેશો પાઠવ્યો છે.