કાલોલ તાલુકાના પીંગળી ગામે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ના હસ્તે આરતી ઉતારી ગરબા ની શરૂઆત કરી.
તારીખ ૦૩/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ગ્રામ્ય પરિવેશ ખાતે દરેક ગામો માં શેરી ગરબા અને શહેર ખાતે સોસાયટીમાં અને પાર્ટી પ્લોટ માં ગરબા રમાય છે ત્યારે કાલોલ તાલુકાના મેવાસી સ્ટેટ ગણાતું ગામ પીંગળી જ્યાં વર્ષો થી કહેવાતા પીરદાદા ના ચોક માં ક્ષેમ કલ્યાણી માતાજીનું મંદિર બન્યા પછી બે વર્ષ થી અહીંયા ગરબા રમાય છે જ્યાં ૧૨૭ વિધાન સભા કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ના હસ્તે નવમા નોરતે આરતી ઉતારી વિવિધ મહાપ્રસાદ ધરાવી માતાજી ની પૂજા અર્ચના અને પ્રાર્થના કરી હતી અને દરેક ભાવિ ભક્તોએ આરતી નો લહાવો લીધો હતો ગામનાં અગ્રગણ્ય પ્રથમ નાગરિક સરપંચ વિજયસિંહ સોલંકી, પુર્વ ભાજપા મહામંત્રી કિરણસિંહ સોલંકી,નવનિયુક્ત કોષાધ્યક્ષ મુકેશસિંહ સોલંકી અને વકિલ કલ્પેશસિંહ સોલંકી સહિત જય બાબરી ટીમ આ મહા આરતી માં જોડાયા હતા મૂળ મોડવળી ચોક માં વડવાઓ થી ગરબા ગવાતા હતા ત્યાં યથાવત આજે પણ દર વર્ષે ગવાય છે સાથોસાથ વણઝારીયા કુવા એ કાલિકા માતાનું મંદિર આવેલું છે ત્યાં પણ ગરબા રમાય છે અને કાછલા ફળિયા માં પણ માં આધ શક્તિ અંબે માં ની આરતી ઉતારી ગરબા રમાય છે જે સમસ્ત ગ્રામજનો દ્વારા ગરબા રમવા માં આવે છે આ ગામ માં ક્રિષ્ન પ્રણામી મંદિર આવેલું છે જ્યાં નવલી નવરાત્રી પુર્ણ થતાં જ પાંચ દિવસ સુધી રાસ ગરબા નું આયોજન કરાય છે જે દર વર્ષે ગવાય છે અને શરદ પૂનમ ને દિવસે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે જેનું પણ ખૂબ મહત્વ ધરાવે છે ત્યારે ગામ માં આવીજ ભક્તિ ભાવ જળવાય રહે યુવા પેઢી વ્યસન મુક્ત બને અને સમાનતા થી ભાઈ ચારો જળવાઈ રહે એ રીતે સૌ ગામ ના દરેક કાર્યો માટે તન મન ધન થી કામ કરે છે એમ દરેક ગ્રામજનો આવો પ્રેમ ભાવ જાળવી રાખે અને દરેક સમાજ એક જ લોહી ના માનવ છે જે બાબતે ગામ માં સહિષ્ણુતા કેળવવાનો, આદરભાવ દર્શાવવાનો ધાર્મિક કાર્યો માં દરેક પરિવારો ને પણ સાથે રાખી ને સમસ્ત ગ્રામજનો ચાલે છે એ ખુબ મહત્વ ની વાત છે માતાજી ને પ્રાર્થના કરીએ સૌ ગ્રામજનોને સદાય હસતા ચેહરે રાખે માતાજી ના ગ્રામજનો પર આશીર્વાદ વર્ષી રહે એજ પ્રાર્થના કરી હતી.