ધ્રાંગધ્રા ભાજપ દ્વારા ગાંધી જયંતિ નિમિતે સ્વચ્છતા રેલી અને ખાદી ખરીદી કાર્યક્રમ યોજાયો
તા.03/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરમાં 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે મુખ્ય બજારોમાં સ્વચ્છતા અભિયાન સ્વચ્છતાનાં બેનરો સાથે શહેરી જનોને સ્વચ્છતાની અપીલ કરાઈ હતી અને ખાદી ભંડાર કેન્દ્રમા ખાદી ખરીદી આત્મ નિર્ભર ભારતનો સંકલ્પ આપ્યો હતો પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ઉપસ્થિત રહયાં હતા 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને ગાંધીજીનાં જીવન સિદ્ધાંતો અને આદર્શ વિચારોનું અનુસરણ કરીને એમને યાદગાર વંદન કરવામાં આવે છે ધ્રાંગધ્રા શહેર ભાજપ દ્રારા પૂર્વ કેબિનેટ મંત્રી આઇકે જાડેજા અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધી જયંતિ નિમિતે સ્વચ્છતા જ સેવા સંકલ્પ સૂત્ર અને સ્વચ્છતા અંગેના બેનરો સાથે સ્વચ્છતા રેલી કાઢી હતી ધ્રાંગધ્રાની મુખ્ય બજારોમાં નીકળેલ રેલીનું ધ્રાંગધ્રા ખાદી ગ્રામ ઉદ્યોગ ભંડાર ખાતે સમાપન કરી ખાદી ભંડાર ખાતે ખાદીની ખરીદી કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મ નિર્ભર ભારત ને બળ પૂરું પાડવાનો સંકલ્પ લીધો હતો આ તકે શહેર ભાજપ સંગઠન સહીત મોટી સંખ્યામાં કાર્યકરો અને શહેરી જનો ઉપસ્થિત જોવા મળ્યા હતાં.