ચોટીલા ડુંગર તળેટી ખાતે નવરાત્રિ શક્તિ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ
કલાકાર આનલ વસાવડા અને દેવર્ષિ સોનેજી દ્વારા રજુ થયેલા ગરબાઓના તાલે ખેલૈયાઓ મન મુકીને ઝૂમી ઉઠ્યા
તા.04/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
કલાકાર આનલ વસાવડા અને દેવર્ષિ સોનેજી દ્વારા રજુ થયેલા ગરબાઓના તાલે ખેલૈયાઓ મન મુકીને ઝૂમી ઉઠ્યા, સમગ્ર ગુજરાતમાં શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાપર્વ નવરાત્રિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે, સુરેન્દ્રનગર જિલ્લામાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ‘નવરાત્રી શક્તિ પર્વ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું મા જગદંબાની આરાધનાના આ પવિત્ર પર્વ નિમિત્તે, આ કાર્યક્રમ ચોટીલા સ્થિત ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટના તળેટી પાર્કિંગ પ્લોટ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમને ચોટીલા મામલતદાર અને ચોટીલા ચામુંડા માતાજી મંદિરના મહંત પરિવારના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, ત્યારબાદ ઉપસ્થિત સર્વે મહાનુભાવોના હસ્તે માતાજીની ભાવપૂર્ણ આરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ અવસર પર, ગુજરાતના જાણીતા કલાકાર આનલ વસાવડા અને દેવર્ષિ સોનેજીએ પોતાના સુમધુર સૂર રેલાવ્યા હતા તેમના સંગીતના તાલે ગરબે ઘૂમવા આવેલા ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.