GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના પીંગળી ગામે મોબાઈલ હેલ્થ કેર યુનિટ ગોધરા દ્વારા મફત કેમ્પ યોજાયો.
તારીખ ૦૫/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ રજિસ્ટ્રેશન કેમ્પ 60 વર્ષ અને તેથી વધુ ઉંમર ના વરિષ્ઠ નાગરિકો માટે કાલોલ તાલુકાના પીંગળી ગામે મફત રજિસ્ટ્રેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું મોબાઈલ હેલ્થ કેર યુનિટ ગોધરા એમ. એચ. યુ દ્વારા વડીલો ને આરોગ્ય સુખાકારી માટેની આ યોજના અંતર્ગત આભા કાર્ડબનાવવા માં આવશે જે માટે આજ રોજ વડીલો માટે કેમ્પ યોજાયો હતો જેનાં ઓપરેટર કલ્યાણસિંહ દ્વારા અંદાજિત 38 જેટલા વડીલો ના મફત રજિસ્ટ્રેશન કરી કાર્ડ તૈયાર કર્યા હતા જેમાં ગામ માં વધુ આ કેમ્પ નો લાભ મેળવે તે માટે સરપંચ વિજયસિંહ સોલંકીએ ગ્રામજનો ને જણાવ્યું હતું.