નર્મદા : રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ૧૮ થી વધુ સમિતિઓની રચના સાથે અધિકારીઓને વિસ્તૃત માર્ગદર્શન અપાયું
રાજપીપલા : જુનેદ ખત્રી
આગામી ૩૧મી ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સરદાર પટેલની જન્મજયંતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે રાષ્ટ્રીય કક્ષાના એકતા દિવસ નિમિત્તે રાષ્ટ્રીય પરેડ યોજાશે. જે સંદર્ભે ઉજવણી શાનદાર અને યાદગાર રીતે ઉજવાય તે આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર એસ.કે.મોદીના અધ્યક્ષતામાં કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ કાર્યક્રમના આયોજન માટે જિલ્લા કક્ષાએથી ૧૮ જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવેલ છે. જેમાં જિલા કક્ષાની તમામ સમિનિના દ્વારા થનાર કામગીરી જેવી કે, ટેન્ડર પ્રક્રિયા, પાદપૂજા માટેની વ્યવસ્થા, પાર્કિંગ, રહેઠાણ, ભોજન, પીવાના પાણી, લાઈટ, ટ્રાફિક નિયમન, વી.આઈ.પી.ના લાયઝનીંગ પ્રોટોકોલ, મંડપ, આમંત્રણ પત્રિકા વિતરણ, પ્રવેશ પાસ, બેઠક વ્યવસ્થા, ફુડ પેકેટ, ફાયર, એમ્બ્યુલન્સ, કાર્યક્રમ સ્થળે કાર્યક્રમને લગતી કામગીરી, પરેડ નિદર્શન કમિટિ, કલ્ચરલ પ્રોગ્રામ કમિટિ, આમંત્રણ અને બેઠક વ્યવસ્થા કમિટિ, મીડિયા અને પ્રચાર-પ્રસાર કમિટિ, એકોમોડેશન, સિક્યુરિટી અને ટ્રાન્સપોર્ટેશન કમિટિ, ફૂડ કમિટિ, સાફ-સફાઈ કમિટિ, હેલિપેડ કમિટિ, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય વ્યવસ્થા, જિલ્લા કન્ટ્રોલ રૂમ વગેરે જેવી મહત્વની કમિટિઓનો સમાવેશ થાય છે. જેમની સાથે જિલ્લા કલેકટરએ વિસ્તૃતમાં ચર્ચા કરી રચનાત્મક સૂચનો આપ્યા હતાં.