GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા કાર્યકમ યોજાયો હતો.

જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધા

તા.07/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધા

નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા તા. ૭ થી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીની ભાવનાને વધુ દ્રઢ કરવાના ઉદ્દેશથી કલેકટર કચેરી ખાતે ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક, નિવાસી અધિક કલેકટર આર. કે.ઓઝા સહિતના જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સહિત કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીશ્રીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત થવા “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી હતી વહીવટી તંત્રના સભ્યોએ પ્રતિજ્ઞા લીધી કે, તેઓ પોતાના જીવનની પ્રત્યેક ક્ષણે દેશ માટે સમર્પિત રહેશે અને સ્વનો વિચાર કરતાં પહેલાં સૌનો વિચાર કરશે આ સાથે, દેશના તમામ સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરવા અને દેશના સર્વાંગી તેમજ સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહેવાનો સંકલ્પ લેવાયો હતો આ પ્રતિજ્ઞા થકી દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરવા અને તેના જતન માટેની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી હતી પ્રતિજ્ઞામાં દેશની એકતા અને અખંડિતતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો ઉપસ્થિત સૌએ જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહીને, બંધુતાની ભાવના સાથે દેશને પ્રાધાન્ય આપવાનો સંકલ્પ લીધો હતો આ ઉપરાંત, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાકાર કરવા માટે ભારતીય બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહેવાની પણ સામૂહિક પ્રતિજ્ઞા લેવાઈ હતી આ અવસરે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મન, વચન અને કર્મથી તત્પર રહેવાની પ્રતિબદ્ધતા દોહરાવવામાં આવી હતી સાથે જ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના મંત્ર દ્વારા આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવાનો સંકલ્પ લેવાયો હતો કાર્યક્રમનું સમાપન ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને જીવનમંત્ર બનાવીને દેશના વિકાસ અને કલ્યાણ માટે તન, મન અને ધનથી અવિરત પ્રયાસરત રહેવાના દ્રઢ સંકલ્પ સાથે કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!