GUJARATSAYLASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સાયલા ચોટીલા હાઈવે પર કારની અડફેટે બાઇક સવારનો અકસ્માત સર્જાયો હતો.

તા.07/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના ખોલડીયાદ ગામનું દંપતી પૂનમ નિમિત્તે સાયલા લાલજી મહારાજની જગ્યાએ દર્શન કરવા જઇ રહ્યું હતું દરમિયાન સાયલા નજીક ચોટીલા હાઇવે પર કાર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇકમાં સવાર મહિલા રમાબેન ઘનશ્યામભાઇ અડાલજાનું મોત નીપજ્યું હતું પોલીસેે મૃતક રમાબેન ઘનશ્યામભાઈ અડાલજાને પીએમ અર્થે સાયલા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યારે ચાલક ઘનશ્યામભાઇ અડાલજાને ગાંભીર ઇજા પહોંચતા સાયલાની સરકારી હોસ્પિટલ સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા જ્યાંથી તેમને માથાના ભાગે ઇજા હોય સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યારે અકસ્માત સર્જાનર કાર ચાલકને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો પોલીસે બનાવ અંગે તપાસની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!