GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી જાદવજીબાપા મોજડીવાળાનાં નામની શાળા બનાવશે.

તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જાણીતા હાસ્ય કલાકાર અને સમાજ સેવક ડો. જગદીશ ત્રિવેદી બોટાદ જીલ્લાના સાંજણાવદર ગામમાં ગઢડાનાં સમર્થ લોક કલાકાર જાદવજીબાપા મોજડીવાળાનાં નામની શાળા બનાવશે આજરોજ તા.૮/૧૦/૨૫ ના રોજ સાંજણાવદર ખાતે બોટાદ જીલ્લા શિક્ષણાધિકારી ડો. ભરતસિંહ વઢેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોકસિંહ સોલંકી, બીઆરસી ગઢડા રાજદીપસિંહ રાઓલ , શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાંજણાવદર સરપંચ જીતુભાઇ બારડ તથા ગામના આગેવાનો, શાળાના સ્ટાફ તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં જગદીશ ત્રિવેદીએ પાર્વતીની મોજડી દ્રારા વિશ્વ વિખ્યાત થયેલાં લોકકલાકાર જાદવજીબાપા મોજડીવાળાનાં નામની શાળા બનાવી આપવાની જાહેરાત કરી હતી જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા એમને મંજૂરીપત્ર અર્પણ કરવામાં આવ્યો હતો તથા બાંધકામ માટેના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જાદવજીબાપાના સુપુત્ર અને જાણીતા હાસ્ય કલાકાર સુખદેવ ધામેલીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને જીલ્લા શિક્ષણ વિભાગ બોટાદ તથા સમગ્ર ઘામેલીયા પરીવાર તેમજ ગ્રામજનોએ જગદીશ ત્રિવેદીનો આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!