સુરેન્દ્રનગર જિલ્લામાં પાણશીણા ખાતે ‘વિકાસ રથ’નું અદકેરું સ્વાગત કરતા ગ્રામજનો
વિવિધ યોજનાઓ અંતર્ગત ૧૧ જેટલા લાભાર્થીઓને રૂ. ૪૦ લાખ જેટલા લાભોનું વિતરણ
તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વિવિધ યોજનાઓ અંતર્ગત ૧૧ જેટલા લાભાર્થીઓને રૂ. ૪૦ લાખ જેટલા લાભોનું વિતરણ
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાણશીણા ગામે પ્રાથમિક શાળા ખાતે ‘વિકાસ રથ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના વિકાસ કાર્યો અને જનકલ્યાણ યોજનાઓની માહિતી સીધા ગ્રામજનો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલા આ રથનું પાણશીણા ગામે ભવ્ય અને અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા પાણશીણા ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રૂ. ૫-૫ લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે ગ્રામ્ય સ્તરે માળખાગત સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવશે વિકાસ કાર્યોના લોકાર્પણની સાથે સાથે, સરકારી યોજનાઓના લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આરોગ્ય, પુરવઠા અને આઇસીડીએસ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત ૧૧ જેટલા લાભાર્થીઓને રૂ. ૪૦ લાખ જેટલા લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય માત્ર વિકાસ કાર્યોની માહિતી આપવાનો જ નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં નાગરિકોની ભાગીદારી વધારવાનો પણ હતો કાર્યક્રમના અંતે, ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને ગ્રામજનોએ એકસાથે મળીને ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી જે વિકસિત અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધતા દર્શાવે છે આ કાર્યક્રમમાં ગામ સરપંચ મેઘજીભાઈ રવોદરા, તાલુકા વિકાસ અધિકારી એમ.વી. સોલંકી તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો.