GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ક્ષત્રિય કેળવણી મંડળ વિરુદ્ધ અણછાજતી કોમેન્ટ કરવા બદલ કાલોલ પોલીસ મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું.

 

તારીખ ૦૮/૧૦/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

વિજયા દશમીના દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર ,પૂજન કરવામાં આવતું હોય છે અને શસ્ત્ર પૂજન કરીને રેલી સ્વરૂપે સમાજના તમામ લોકો છેલ્લા કેટલાય વર્ષોથી શિશુ મંદિર ખાતે શસ્ત્ર પૂજન કરીને રેલી કાઢી મધવાસ ખાતેના ગૌશ્રેણેશ્વર મહાદેવ ખાતે મહાપ્રસાદીનું આયોજન કરતા આવ્યા છે ત્યારે ફેસબુક ઉપર ક્ષત્રિય સમાજને લાંચન લાગે તેવું લખાણ લખીને, “શસ્ત્ર પૂજન માં શક્તિ પ્રદર્શન જેવા શબ્દો નો પ્રયોગ યોગ્ય અને બરાબર છે ખરો ?” તેવી કોમેન્ટ કરીને અનિલભાઈ પરસોત્તમભાઈ પટેલ નામના કાલોલ તાલુકાના ઝરડકા ગામના રહેવાસી દ્વારા વિજયાદશમી ઉજવણી ઉપર કોમેન્ટ કરી સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાવી છે જે બદલ તેઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા સમાજના આગેવાનો દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં સિનિયર પીઆઇ આર.ડી ભરવાડને લેખિતમાં આવેદનપત્ર આપી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!