GUJARATKUTCHNAKHATRANA

નખત્રાણા ખાતે EDII દ્વારા સિલાઈ કામ પર ૫૬ મહિલાઓ ને આવરીને એક માસિક કૌશલ્ય વર્ધન મહિલા વિકાસ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૦૮ ઓક્ટોબર : કચ્છ જિલ્લાના નખત્રાણા ખાતે EDII અમદાવાદ દ્વારા આયોજિત એક માસિક સૂક્ષ્મ કૌશલ્ય ઉદ્યમિતા વિકાસ કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં તમામ ૫૬ મહિલા લાભાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણ કાર્યક્રમ તા. ૨૦/૦૮/૨૦૨૫ થી ૧૮/૦૯/૨૦૨૫ દરમિયાન યોજાયેલ હતો, જેમાં મહિલાઓને સિલાઈ કામ મારફતે વિવિધ પ્રકારના પ્રોડક્ટ્સ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી, પ્રશિક્ષક રીટાબેન પટેલ દ્વારા મહિલાઓને વ્યવહારુ અને કુશળતાપૂર્વક સિલાઈ કામ ની વિવિધ તકનીકો શીખવી હતી. સમારોહમાં ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન- EDII ના પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર શ્રી દીપક શેખા અને પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર શ્રી દેવાંગ સોમપુરા તેમજ શ્રી આશાપુરા સેવા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ ના શ્રી દાનસિંહ મહેર ઉપસ્થિત હતા જેમાં બહેનોને ઉદ્યમિતા વિકાસ અને તેના અંતર્ગત મળતા લાભો વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

EDII સ્ટાફ દ્વારા મહિલાઓને સતત સહાયતા અને પ્રોત્સાહન આપવાની ખાતરી આપવામાં આવી હતી જે લોકો પોતાનું ઉદ્યમ શરુ કરવા માંગતા હોય તેવા લોકોનું સરકાર માન્ય ઉદ્યમ નોંધણી, કારીગર કાર્ડ, તેમજ સબસીડી વાળી સરકાર ની યોજના અંતર્ગત સહાય માટે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તદુપરાંત માર્કેટ ના પડકારો, લોગો, ડિઝાઇન, બ્રાન્ડિંગ, પેકેજીંગ અને ગુણવતા જેવા મહત્વપૂર્ણ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

Back to top button
error: Content is protected !!