ધાંગધ્રા ખાતે સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા પૂર્વ સૈનિક સંમેલનનું યોજાયું.
તા.09/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા ધ્રાંગધ્રા ખાતે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ખાતે પૂર્વ સૈનિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું પાટડી પ્રાંત અધિકારી મિલન રાવની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ધ્રાંગધ્રા, મૂળી અને વઢવાણ તાલુકાઓના પૂર્વ સૈનિકો, શહીદ સૈનિકોની ધર્મપત્નીઓ તથા તેમના આશ્રિતો ઉપરાંત પ્રાંત અધિકારી ધ્રાંગધ્રા, જિલ્લા શિક્ષણાધિકારી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા પૂર્વ સૈનિકો અને તેમના પરિવારો માટે ઉપલબ્ધ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને આર્થિક સહાયની જાણકારી પૂરી પાડવાનો તેમજ શહીદોની ધર્મપત્નીઓનું સન્માન કરવાનો હતો કાર્યક્રમની શોભા વધારતાં, સંસ્કારધામ ગુરુકુળના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો અને રસપ્રદ નાટક રજૂ કરવામાં આવ્યું હતું જેણે ઉપસ્થિત જનોમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી કર્નલ વિશાલ શર્મા (નિવૃત્ત) એ દેશના બહાદુર સૈનિકોના અમર બલિદાન અને રાજ્ય સરકાર દ્વારા પૂર્વ સૈનિકો તથા શહીદોના પરિવારોની સુખાકારી માટેના પ્રયાસો પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો આ સંમેલન સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની પૂર્વ સૈનિકો અને શહીદોના પરિવારો પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતિબિંબ છે.