વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.
રાપર,તા-૦૯ ઓક્ટોબર : કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ એસ્પીરેશનલ બ્લોક રાપરમાં ICDS વિભાગ દ્વારા “પોષણ સંજીવની” પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પહેલનો મુખ્ય હેતુ ૭ માસથી ૬ વર્ષની વયના બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટાડવાનો તથા પોષણ જાગૃતિ વધારવાનો છે.જેમાં બાળ પોષણ સર્વેક્ષણ હેઠળ દરેક આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોના વજન અને ઊંચાઈ માપીને પોષણ સ્તરનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ‘પોષણ સંજીવની’ પહેલ હેઠળ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા દૂધ સંજીવની યોજના અને THR (બાલ શક્તિ) નો સમન્વય કરીને પૌષ્ટિક મિલ્ક શેક આંગણવાડી કેન્દ્રો પર જ બનાવીને બાળકોને પીવડાવવામાં આવી રહ્યા છે. આ પહેલ દ્વારા આગામી મહિનાઓમાં રાપર તાલુકાના બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા અને ૭૨૧ કુપોષિત કેસોમાં નોંધપાત્ર ઘટાડો કરવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યા છે.