વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ
માંડવી ,તા-૧૦ ઓક્ટોબર : માંડવી તાાલુકાના વિરાણી ગામના વિરાણી-૧ આંગણવાડી કેન્દ્રની માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ આકસ્મિક મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રમાં બાળકો માટે ઉપલબ્ધ સુવિધાઓ, આંગણવાડી કેન્દ્રની સ્વચ્છતા, બાળકોને આપવામાં આવતા પૂરક પોષણની ગુણવત્તા તથા પોષણ આહાર વિતરણની વ્યવસ્થા અંગે વિગતવાર નિરીક્ષણ ધારાસભ્ય એ કર્યું હતું. તેમણે આંગણવાડી કાર્યકર તથા તેડાગર પાસેથી કેન્દ્રની રોજિંદી પ્રવૃત્તિઓ અને કુપોષિત બાળકો વિશે માહિતી મેળવી હતી.મુલાકાત દરમિયાન ધારાસભ્ય એ બાળકો સાથે બાળસહજ વાર્તાલાપ કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ સાથે માતા-બાળકોના આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ અંગે જાગૃતિ લાવવા માટે આંગણવાડી દ્વારા કરવામાં આવતા પ્રયત્નોની પણ પ્રશંસા કરી હતી. આંગણવાડી કેન્દ્રના કાર્યની સરાહના કરતા ધારાસભ્ય એ જણાવ્યું હતું કે, આંગણવાડી કેન્દ્રો બાળકોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આઈસીડીએસ યોજના અંતર્ગત મળતી વિવિધ સેવાઓ વધુ અસરકારક રીતે અમલી બને તે માટે યોગ્ય માર્ગદર્શન સાથે ભવિષ્યમાં આવી સેવાઓને વધુ મજબૂત બનાવવા શુભેચ્છા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા વિરાણી જુથ ગ્રામ પંચાયત ના સરપંચ લાલજીભાઈ મહેશ્વરી, જીલ્લા પંચાયત માજી ચેરમેન કેશવજીભાઇ, માંડવી તાલુકાના માજી ચેરમેન ઝવેરબેન,મહેન્દ્રભાઈ રામાણી, જગદીશભાઈ મહેશ્વરી, અને વિરાણી જુથ ગ્રામ પંચાયત ચુંટાયેલા પ્રતિનિધિઓ, સાથે ફિલોણ ગામના રબારી સમાજના આગેવાનો સાથે વિરાણી મહેશ્વરી સમાજના આગેવાનો, પટેલ સમાજ ના આગેવાનો,તેમજ વિરાણી ગ્રામ જનો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.