ધ્રાંગધ્રામાં ડેપ્યુટી કલેક્ટરની ટીમે ફટાકડાની 3 દુકાનમાં 20 લાખ જેટલો મુદ્દામાલ સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરી
તા.10/10/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરી વિસ્તારોમાં અત્યારથી જ દિવાળીના તહેવારને ધ્યાને લઈ હોલસેલ અને રિટલ ફટાકડાના વેપારીઓ દ્વારા ફટાકડાનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે ત્યારે ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર હર્ષદીપ આચાર્યની ટીમ દ્વારા બાતમીના આધારે પોસ્ટ ઓફિસ રોડ, શાક માર્કેટ રોડ, ડુંગરિયા પીર પાસે ત્રણ ફટાકડાની રિટલ દુકાનને રેઈડ કરી રૂપિયા 20 લાખ જેટલો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યું હતું ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર હર્ષદીપ આચાર્ય તથા સીટી પોલીસને સાથે રાખીને ટીમ દ્વારા ધાંગધ્રા શહેરમાં પોસ્ટ ઓફિસ રોડ, જૂની શાક માર્કેટ રોડ, ડુંગરિયા પીર પાસે ત્રણ ફટાકડાની રિટલ દુકાન લાયસન્સ વગર ખોલી ને વેચાણ કરતા હોવાની બાતમીના આધારે રેઈડ કરવામાં આવી હતી જે દરમિયાન દુકાનમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ અલગ-અલગ ફટાકડાના બોક્સ કિંમત રૂપિયા 20, લાખ જેટલો અંદાજિત મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો જ્યારે પ્રાથમિક તપાસમાં ત્રણ દુકાનો હોવાની જાણવા મળ્યું હતું લાયસન્સ વગર ફટાકડાનો સંગરહ કર્યો હોવાનું બહાર આવ્યું હતું લાયસન્સ વગર ફટાકડાનો ધંધો કરનાર વેપારી સામે કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર હર્ષદીપ આચાર્યની રેઈડથી અન્ય વિસ્તારોમાં ફટાકડાનો સંગ્રહ અને વેપાર કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને શહેરમાં ફટાકડાના વેપારીઓ દુકાનો બંધ કરીને રફુ ચક્કર થઈ ગયા હતા.