સુરેન્દ્રનગર મનપા દ્વારા ઝાલાવાડ શોપીંગ ફેસ્ટીવલ સ્વદેશી મેળાનું આયોજન
તા.10/10/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા અને શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે ઝાલાવાડ શોપીંગ ફેસ્ટીવલ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રિદિવસીય મેળો તારીખ 12, 13 અને 14 ઓક્ટોબર, 2024ના રોજ મેળાના મેદાન, પતરાવાળી પાસે સુરેન્દ્રનગર ખાતે યોજાશે આ મેળાનું ઉદ્ઘાટન તા. 12 ઓક્ટોબર, 2024ના રોજ સવારે 10:30 કલાકે માન. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના વરદ્હસ્તે થશે આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તથા સાંસદ ચંદુભાઈ શિહોરા વિશેષ ઉપસ્થિત રહેશે આ મેળામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના અર્બન કોમ્યુનિટી ડેવલોપમેન્ટ વિભાગના સખીમંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલી હસ્તકલા, કટલેરી, કોડીયા, હેન્ડીક્રાફ્ટ, દોરી ગૂંથણ, આર્ગેનિક સાબુ, આયુર્વેદિક તેલ, શેમ્પુ, સાડી, પટોળા, ટાંગલિયા વણાટકલા, સુશોભનની વસ્તુઓ, શર્ટ-પેન્ટ, ભરત ગૂંથણ, ઈમીટેશન જ્વેલરી, ઓર્ગેનિક ફાર્મિંગની ચીજવસ્તુઓ, એમ્બ્રોઈડરી પર્સ, બેગ, કોડી, વોલપીસ, તોરણ, સોફા પટ્ટા, આસન પટ્ટા, રેશમ પટોળા તથા ખાણીપીણીના વિવિધ 70 જેટલા સ્ટોલ ઉપલબ્ધ રહેશે આ મેળામાં નાના બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ ઉપરાંત, શહેરીજનોના મનોરંજન અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા દરરોજ રાત્રે 8:00 કલાકે પઢાર નૃત્ય, હુડો રાસ, મણિયારો રાસ, ગોફ ગૂંથણ, લોકડાયરો, ધમાલ નૃત્ય જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સમસ્ત નાગરિકોને આ ત્રિદિવસીય “ઝાલાવાડ શોપીંગ ફેસ્ટીવલ” સ્વદેશી મેળાની મુલાકાત લઈ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સૂત્રને સાકાર કરવા અને આત્મનિર્ભર ભારત નિર્માણના સંકલ્પને સફળ બનાવવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.