વઢવાણ GIDC ખાતે ઓઈલ મીલ્સની આકસ્મિક તપાસણી
તા.11/10/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગરના જિલ્લા પુરવઠા અધિકારી અને ફૂડ એન્ડ ડ્રગ ઓફિસરની સંયુક્ત ટીમે વઢવાણ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી ઓઈલ મીલ્સની આકસ્મિક તપાસણી હાથ ધરી હતી આ તપાસણીનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવી અને પુરવઠા વ્યવસ્થામાં પારદર્શકતા જાળવવાનો હતો તપાસણી દરમિયાન ગાયત્રી એન્ટરપ્રાઈઝ, સુરેન્દ્રનગર ખાતે સોયાબીન તેલના નમૂના લેવામાં આવ્યા હતા આ દરમિયાન ૧૪૩ કિલોગ્રામ વધારાનો જથ્થો મળી આવ્યો જેની કુલ કિંમત રૂ. ૧૯,૩૦૫ થાય છે આ તમામ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે આ ઉપરાંત નાયરા પ્રોટીન્સ ખાતે પણ સોયાબીન તેલના નમૂના લેવામાં આવ્યા હતાં જ્યાં સ્ટોક રજિસ્ટર અને ફિઝિકલ સ્ટોક સંપૂર્ણપણે મળતો આવ્યો હતો આ તપાસણી ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળે અને પુરવઠા પ્રક્રિયામાં કોઈ અનિયમિતતા ન રહે તેની ખાતરી કરવા માટે હાથ ધરવામાં આવી હતી.