ધ્રાંગધ્રામાં ખેડૂતે પશુને ખેતરમાં બહાર કાઢવાનું કહેતા પશુ માલીકે ધમકી આપતા ફરીયાદ નોંધાઈ
તા.11/10/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામે એક ખેડૂતના કપાસના વાવેતરમાં પશુઓ દ્વારા નુકસાન પહોંચાડવા બદલ પશુપાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ખેડૂતે પશુપાલક સામે ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો છે ગંજેડા ગામના રહેવાસી હરેશભાઈ જેસિંગભાઈ રબારીની રાજચરાડી ગામે ખેતીલાયક જમીન આવેલી છે જ્યાં તેમણે કપાસનું વાવેતર કર્યું હતું રાજચરાડી ગામના શૈલેષભાઈ નારાયણભાઈ ખટાણાએ પોતાના પશુઓને હરેશભાઈ અને તેમના પડોશી ભીખુભા ઝાલાના ખેતરમાં ચરવા માટે ખુલ્લા મૂકી દીધા હતા જેના કારણે વાવેતર કરેલા પાકને ભારે નુકસાન થયું હતું જ્યારે હરેશભાઈએ શૈલેષભાઈને પશુઓને ખેતરમાંથી બહાર કાઢવાનું કહ્યું ત્યારે પશુપાલકે તેમને ‘જે થાય તે કરી લેવાની’ ધમકી આપી હતી આ ઘટના બાદ ખેડૂત હરેશભાઈ રબારીએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે શૈલેષભાઈ નારાયણભાઈ ખટાણા વિરુદ્ધ પાકને નુકસાન પહોંચાડવા અને ધમકી આપવા બદલ ગુનો નોંધાવ્યો છે પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.