RAMESH SAVANI

આ મૂંગા 156 ધારાસભ્યો તો ખેડૂતોના દુશ્મનો છે !

10 ઓક્ટોબર 2025ના રોજ ખેડૂત અગ્રણી રાજુ કરપડાએ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો શોષણના મુદ્દે અવાજ ઊઠાવ્યો તો રાત્રે જ પોલીસે તેમની અટકાયત કરી. પોલીસે લાઠી ચાર્જ કરી આદોલનકારી ખેડૂતોને ભગાડી મૂક્યા.

માર્કેટિંગ યાર્ડની રચના ખેડૂતોનું શોષણ અટકાવવા માટે થઈ હતી. પરંતુ સ્થાપિત હિતોએ માર્કેટિંગ યાર્ડને શોષણનો અડ્ડો બનાવી દીધો છે. હવે માર્કેટિંગ યાર્ડ ખેડૂતો માટે નથી, વેપારીઓ માટે છે.

માર્કેટિંગ યાર્ડ એટલે ગુંડા ઉછેર કેન્દ્ર. માર્કેટિંગ યાર્ડ એટલે જાતિવાદ આચરવાનું મોકળું મેદાન. માર્કેટિંગ યાર્ડ એટલે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવાનું સ્થળ ! બોટાદ માર્કેટિંગ યાર્ડ જ નહીં, ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડની આ સ્થિતિ છે. સહકારી પ્રવૃતિઓની આ સ્થિતિ છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહનો ચેપ લાગી ગયો છે !

રાજુ કરપડાએ કઈ માંગણી કરી હતી? તેમણે કડદા પ્રથા દ્વારા ખેડૂતોનું શોષણ બંધ કરવા વિનંતી કરી હતી.

કડદો એટલે? “કપાત, છૂટ, કિંમતમાં કાપકૂપ. બાંધછોડ કરી કરવામાં આવતું સમાધાન. સમાવેશ કરવો, અનુકૂલન કરવું, મતભેદો નિવારી સોદો કરવો, તડજોડ કરવી, શરણાગતિ સ્વીકારવી.” આ કડદામાં હંમેશા ગુમાવવાનું ખેડૂતોએ હોય છે અને લાભ મળે છે વેપારીઓને.

કોઈ ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં કપાસ લાવે અને અડધો માલ તોળાય જાય પછી વેપારી કહે કે માલ બરાબર નથી, ભાવ ઓછો મળશે. ખેડૂત ભાડું ખર્ચીને માલ માર્કેટિંગ યાર્ડમાં લાવે છે. હવે માલ પરત લઈ જાય તો વધુ ખર્ચ થાય, ખેડૂતને માલ વેચવાની મજબૂરી હોય છે કેમકે એમને મજૂરીના/ જંતુનાશક દવાના/ ફર્ટિલાઈઝરના બિલ ચૂકવવાના હોય છે. એટલે ખેડૂત કડદામાં સહમત થાય છે. આ રીતે ખેડૂતોનું શોષણ થાય છે. આવું શોષણ અટકાવવાની કોઈ વાત કરે તેમને પ્રોત્સાહન આપવું જોઈએ. પરંતુ બોટાદ પોલીસે તો રાજુ કરપડાને જ અટક કરી માર્કેટિંગ યાર્ડના શોષણનો રસ્તો ખૂલ્લો કરી આપ્યો !

પોલીસનો વાંક છે જ, પોલીસ સત્તાપક્ષના કાર્યકર જેવું કામ કરે છે. ન કરે તો SPની બદલી થઈ જાય ! ખરો વાંક તો પોલીસ પાસે આંદોલન કચડી નંખાવનાર સત્તાપક્ષનો છે. શું સત્તાપક્ષના 156 ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં કડદા પ્રથા ચાલે છે, એ જાણતા નથી? જો જાણે છે તો કડદા પ્રથા નાબૂદ કરવાની તેમની ફરજ નથી? વધુ વાંક તો લોકોનો છે, આ 156 મૂંગા ધારાસભ્યોને ચૂંટીને મોકલ્યા છે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાળ ઈટાલિયાએ કહ્યું છે કે “ગુજરાત વિધાનસભામાં મેં જોયું છે કે ભાજપના ધારાસભ્યો પટ્ટાવાળા છે !” હું તો કહું છું કે સત્તાપક્ષના આ 156 ધારાસભ્યોમાં તો પટ્ટાવાળા જેટલું પણ દિવેલ નથી ! પટ્ટાવાળા પણ સ્વામાની હોય છે, અન્યાય સામે અવાજ ઊઠાવે છે. પણ આ મૂંગા 156 ધારાસભ્યો તો ખેડૂતોના દુશ્મનો છે, શોષણના સમર્થકો છે ! જો આવું ન હોય તો રાજુ કરપડાને કડદા સામે આંદોલન કરવું પડે?rs

Back to top button
error: Content is protected !!