૧૯૮૧ થી માનવસેવા નું કામ કરતી ડેડિયાપાડા ભારત સેવાશ્રમ સંસ્થાના સ્વામી બોધમિત્રાનંદ સાથે દિનેશ બારીઆ ની મુલાકાત.
તારીખ ૧૩/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આવેલા ભારત સેવાશ્રમ સંઘ સંસ્થાની દિનેશ બારીઆ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી આ આશ્રમના સ્વામી બોધમિત્રાનંદ છેલ્લા ૪૦ વર્ષથી આદિવાસી વિસ્તારમાં સંન્યાસી જીવન જીવીને માનવ સેવાની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેમની સાથે દિનેશ બારીઆ એ વાતચીત કરતા જાણવા મળ્યું છે કે, આ ભારત સેવાશ્રમ સંઘ એક આંતરરાષ્ટ્રીય સેવાકીય સંસ્થા છે. જેની સ્થાપના ૧૯૧૬ માં થઈ હતી અને પુરા દેશ ભરમાં ખાસ કરીને તીર્થ સ્થળની સુધાર માટે દરેક તીર્થ સ્થળમાં અને ગરીબ આદિવાસી વિસ્તારોમાં કાર્ય કરી રહ્યા છે. આપણા ગુજરાતમાં પણ આદિવાસી વિસ્તારોમાં કાર્ય કરી રહ્યા છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં ૧૯૮૧ થી કાર્યરત છે. જેમાં પરમ પૂજ્ય મહંત સ્વામી શ્રી બૌધમિત્રાનંદજી મહારાજ નો રાષ્ટ્ર સેવા અને ગરીબોની સેવા કરવાની ભાવના સાથે પોતાનું વતન છોડીને આપણા ગુજરાતમાં તેમના પોતાની કર્મભૂમિ બનાવી અને હજારો બાળકોને શિક્ષણ આપીને અને ધર્મ પ્રત્યેની લાગણી જગાડી અને રોજ સવારે વહેલા ઉઠાવી ભારતીય સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન કરેલું છે. પરમ પૂજ્ય સ્વામીજીને ગરીબોના સ્વાસ્થ્ય માટે ના પ્રશ્નો મનમાં ઉદભવતા તેમનું હ્રદય ધ્રુવી ઉઠ્યું અને ૧૯૮૨ થી એક ગાડી લઈને ગામડે ગામડે ફરતું દવાખાનું ચાલુ કરી દીધું. પછી થી સેવાભાવી એક અનુભવી સર્જન ડોક્ટર અને કંપાઉન્ડર શોધીને સ્થાયી દવાખાનું ચાલુ કર્યું ત્યારબાદ ઝઘડીયા સેવા રૂરલ જેવા સેવાભાવી સંસ્થાઓની ટ્રસ્ટીઓની સાથે મળીને મેડિકલ સેવા કાર્ય ચાલુ કર્યું. હાલમાં આ વિસ્તારમાં જેવી જરૂરીયાત છે તે પ્રમાણે મેડિકલ સેવા કાર્ય ચાલુ છે. હાલમાં મહિલાઓના સ્વાસ્થ્યને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. સાથે આ વિસ્તારમાં સિક્લસેલ નો રોગ વધારે પ્રમાણે હોય છે તેના કારણે સિક્લસેલ ના અનુભવી ડોક્ટર આવીને સેવા કરી રહ્યા છે.અહીં દર મંગળવારે અને દર ગુરૂવારે ગાયનોક્લોજીસ્ટ ડોક્ટરો અને સાથે ૨૦ થી ૨૫ મેડિકલ ટીમની ઝઘડીયા સેવા રૂરલ હોસ્પિટલ માંથી સવારમાં જ સેવા આપવા આવે છે. દરરોજ લગભગ ૨૦૦ થી ૨૫૦ દર્દીઓની તપાસ થાય છે. જરૂર પ્રમાણે દર્દીઓને દવાખાના ની પોતાની ગાડી માં પોતાના હોસ્પિટલમાં રિફર કરી આપે છે. આ આશ્રમમાં આ બે દિવસ દરમિયાન ભારે ભીડ રહેતી હોય છે. જેમની મુલાકાત આપ જાતે આવીને આપની આંખોથી જોઈ શકશો. પુજ્ય સ્વામીજીની ઇચ્છા એવી છે કે – જીવનની ઢળતી સંધ્યાએ પણ સારી હોસ્પિટલ અને ડોક્ટરો અને સ્ટાફની રહેવા માટે અત્યાધુનિક મકાનો અને હોસ્પિટલ બનાવવાની પ્રાર્થના લઇને આપના જેવા સમાજ માં જેમને ભગવાને કંઇક સારી સાધન સામગ્રી અને ધન આપ્યું છે. તેમનો ઉપયોગ ભગવાને મોકલેલા અને આપણી ભારતીય સંસ્કૃતિનું જતન અને સંરક્ષણ કરી શકે તેવા ગરીબ આદિવાસીઓના કલ્યાણ માટે સર્વેને પ્રાર્થના છે કે આપણા થી જેટલી અને જે કોઈ પણ પ્રકારની મદદ તન, મન, સાધન અને ધનથી સેવા કરવા માટે યોગદાન આપી શકો છો. આપણા પરિવારના તમામ સન્માનીય સભ્યશ્રીઓ ને પરમ કૃપાળુ પરમાત્માએ તેમનું જીવન સદંતર સ્વસ્થ અને તંદુરસ્ત અને ખુશ રાખે એવી પ્રાર્થના સ્વામીજી એ કરી છે.સાથે સાથે દેડિયાપાડા ભારત સેવાશ્રમ સંઘમાં પધારવા,મુલાકાત લેવા પણ જણાવ્યું છે.અહીંની સેવાકીય પ્રવૃતિ જોઇને તમને બીજી સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે ભાવના જાગશે.સંપર્ક નંબર 7046880870/9427145459.