GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કોમ્યુનિટી હોલ ખાતે તાલુકા અને નગર ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન.

 

તારીખ ૧૩/૧૦/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સ્થિત નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી કાલોલ તાલુકા સહિત નગર દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ,જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ગોપાલભાઈ શેઠ, કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ,કાલોલ શહેર ભાજપ મંડળના પ્રમુખ કલ્પેશભાઇ પારેખ‌, તાલુકા ભાજપ મંડળના મહામંત્રી વિરેન્દ્રસિંહ પરમાર અને શહેર ભાજપ મહામંત્રી પ્રતિક શાહ,પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ,કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા, કાલોલ તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ જયદેવસિંહ ઠાકોર,સહિત સૌ સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી અભિયાનના ઉદ્દેશ્યોને વધુ મજબૂતી આપી સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!