વઢવાણ તાલુકાના મોટા મઢાદની સીમમાંથી રૂ. 45 કરોડની ખનીજ ચોરીની ફરિયાદ નોંધાઇ
તા.13/10/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના મોટા મઢાદ ગામની સીમમાં મોટાપાયે ખનીજચોરીની બાતમીના આધારે રેડ બાદ 2.60 કરોડનો મુદમાલ ઝડપાયા બાદ 10 શખ્સો સામે 45 કરોડની ખનીજ ચોરીની ફરીયાદ નોંધાઇ છે પોલીસે સદર મામલે ગુનો નોંધીને વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે આ અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લામાં તંત્રની છેલ્લાં કેટલાક સમયગાળા સખ્ત તવાઇ છતાય ખનીજ માફીયાઓ થતા જાય છે ત્યારે મોટા મઢાદની સીમમાં મોટાપાયે ખનીજ ચોરીની ગ્રામજનોની રજૂબાદ પોલીસ ખનીજની સંયુકત ટીમે રેડ કરી હતી રેડ દરમ્યાન 5 હિટાચી 3 ડમ્પર સહિત 2.60 કરોડ રૂપીયાનો મુદમાલ ઝડપાયો હતો ત્યાર બાદ ખનીજ ચોરી થયેલી જગ્યાની ખાણ ખનીજ અધિકારી જીગ્નેશ વાઢેરની ટીમે માપણી કર્યા બાદ 45 કરોડ રૂપીયાની ખનીજચોરી થઇ હોવાનું ખુલ્યુ હતુ જે બાબતની રમેશ જેરામભાઇ પગી, કલ્પેશ પરસોતમભાઇ, પ્રવિણ દલુભાઇ, જયપાલ કેશભાઇ, જમીન માલીક અને હિટાચીના 5 ચાલક સહિત દશ શખ્સો સામે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેના પગલે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.