GIR GADHADAGIR SOMNATH

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજાયો 3.89 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું

આ કાર્યક્રમ માં ગીર સોમનાથ જિલ્લા પંચાયત ધોકડવા બેઠક હેઠળ આવતા ગામોના વિવિધ યોજનાઓના કુલ 189 કામોની રકમ 3.89 કરોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજાયો 3.89 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું

આ કાર્યક્રમ માં ગીર સોમનાથ જિલ્લા પંચાયત ધોકડવા બેઠક હેઠળ આવતા ગામોના વિવિધ યોજનાઓના કુલ 189 કામોની રકમ 3.89 કરોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે રાજ્ય સરકારના 24 વર્ષના અવિરત વિકાસને ઉજવવા માટે વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારના વિકાસાત્મક કાર્યો પર આધારિત રથ ગામે ગામ ફરતું કરવામાં આવ્યું છે. રથમાં વિકાસ યાત્રાની ઝાંખી દર્શાવતા દૃશ્યપ્રદર્શન તથા માહિતીપ્રદ ફિલ્મ ગામલોકો સુધી પહોંચાડવાનો ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે, જેથી ગામલોકો સરકારના વિવિધ વિકાસ કાર્યો વિશે માહિતી મેળવી શકે.

કાર્યક્રમમાં ઉના ના પ્રાંત અધિકારી પરમાર, તાલુકા વિકાસ અધિકારી ચાવડા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ડાયાભાઈ જાલોધ્રા, તાલુકા પંચાયત પ્રમુખ ભગવતીબેન સાખટ તથા ભારતીય જનતા પાર્ટી ગીર ગઢડા ના પ્રમુખ ધર્મેશભાઈ રાખોલીયા સહિતના અગ્રણીઓની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી.

Back to top button
error: Content is protected !!