GIR GADHADAGIR SOMNATH
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે એક દિવાળી માનવતા ની અંતર્ગત જરૂરિયાત મંદોને નિઃશુલ્ક કપડા પગરખાં વિતરણ કર્યા
ધીરેધીરે ઉજાસ ફેલાય છે, જ્યારે કોઈ એક દીવો માનવતાનું પ્રકાશ બનીએ છે.
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ધીરેધીરે ઉજાસ ફેલાય છે, જ્યારે કોઈ એક દીવો માનવતાનું પ્રકાશ બનીએ છે.
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે દિવાળીની ઉજવણી અહીં કેવળ દીવા બળાવીને નહિ, પણ હૃદયમાં માનવતાની જ્યોત પ્રગટાવીને કરવામાં આવી. “એક દિવાળી માનવતાની” અભિયાન હેઠળ ગામમાં જરૂરિયાતમંદ લોકોને કપડાં, ચંપલ, સ્વેટર, ડ્રેસ, સાડી વગેરે જરૂરી ચીજવસ્તુઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું.
આ કાર્યની પાછળનો ભાવ એ હતો કે જ્યાં બધાને પ્રકાશ મળે, ત્યાં કોઈ અંધારામાં નહિ રહે.
ધોકડવા ગામે આવા માનવસેવાના કાર્યો સમાજમાં સાચા પરિવર્તનના પ્રેરક બનતા જાય છે.