પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ઓ વડોદરા દ્વારા ભાજપના સભ્યો ની ભષ્ટ્રાચાર ની રજૂઆત અંગે ચીફ ઓફિસર સંતરામપુર પાસે ચકાસણી કરી ને રીપોર્ટ મંગાવવામાં આવતા કૌભાંડીઓ માં ફફડાટ..
પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ઓ વડોદરા દ્વારા ભાજપના સભ્યો ની ભષ્ટ્રાચાર ની રજૂઆત અંગે ચીફ ઓફિસર સંતરામપુર પાસે ચકાસણી કરી ને રીપોર્ટ મંગાવવામાં આવતા કૌભાંડીઓ માં ફફડાટ..
અમીન કોઠારી મહીસાગર
સંતરામપુર નગરપાલિકા માં લાઈટના સામાન ને પાણી પુરવઠા નાં માલસામાન ની ખરીદી માં આપેલ ઓડૅર મુજબ કરતાં ઓછો માલસામાન ને લઈને lઅંદાજે ત્રીસ લાખ રૂપિયા નો ભષ્ટ્રાચાર સંતરામપુર નગરપાલિકા નાં એકાઉન્ટન્ટ નીરવ પારગી દ્વારા કરાયેલા નો આક્ષેપ કરતી અરજી આ નગરપાલિકા નાં સત્તાધારી ભાજપ પક્ષના ચુંટાયેલા ભાજપાના સભ્યો પૈકી બારેક જેટલા ભાજપના સભ્યોએ તપાસ માટે ની અરજી પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ઓ વડોદરા ઝોન કચેરી ને તથા શેહરી વિકાસ વિભાગ ને તથા તકેદારી આયોગ ગાંધીનગર ને કરતાં પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ઓ વડોદરા ઝોન કચેરી દ્વારા આ અરજી સંદર્ભમાં ચીફ ઓફિસર નગરપાલિકા સંતરામપુર ને પત્ર લખીને આ ધટનાની ચકાસણી કરી ને સાત દીવસમાં કરેલ કાયૅવાહી ની જાણ પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ઓ વડોદરા ઝોન કચેરી ને કરવા ને અરજદાર ને પણ જાણ કરવા જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા માં આ ખરીદી માં ભષ્ટ્રાચાર થયેલ હોય ને જેને આ ભષ્ટ્રાચાર કરેલ છે તેની બદલી કયૉ વગર ને જેતે ટેબલના કમૅચારીઓ ની સંડોવણી હોવા છતાં પણ તેઓની બદલી કયૉ વગર જ તપાસ થાય તો તે તપાસ નો કોઈ અથૅ રહેશે ખરો???
આ તપાસ માં પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ઓ વડોદરા ઝોન કચેરી દ્વારા ટીમ મોકલી ને સંડોવાયેલા કમૅચારીઓ ની બદલી કરી ને પ્રથમ સટોક પપ્રત્રક બીલો વિગેરે રેકર્ડ કબજે કરી ને તપાસ કરાય તે જરૂરી છે.
આ ભષટાચાર સત્તાધારી ભાજપ પક્ષના ચુંટાયેલા ભાજપાના સભ્યો દ્વારા ઉજાગર કરાયેલ છે અને તેમાં તથ્ય હોઈ આ કૌભાંડ માં ઢાકપીછોડો કરાય નહીં અને મુખ્ય મંત્રી નું ઓપરેશન ગંગાજળ હેઠળ નિષ્પક્ષ તટસ્થ તપાસ કરાય ને આ કૌભાંડમાં પુવૅચીફ ઓફિસર ને એકાઉન્ટનટ ની મીલીભગત હોઈ ને આ કટકી કૌભાંડ નાં નાણાં તેઓએ કોને કોને ભાગબટાઈ કરી આપેલ છે ને આ નાણાં ક ઈ રીતે આપ્યા તેની પણ તપાસ થાય તો મસ મોટું નાણાકીય ગેરરીતિઓ નું કૌભાંડ બહાર આવે તેમ છે.
પુવૅચીફ ઓફિસર નાં વહીવટદાર સમયનાં કાયૅકાળ દરમ્યાન ની તમામ ખરીદીને વિકાસ નાં કામો ને કરાયેલ ખચૅ ની પણ સ્પે.ટીમ સરકાર દ્વારા નીમી ને તપાસ હાથ ધરવામાં આવે તો મસ મોટું કોભાંડ બહાર આવે તેમ હોઈ શેહરી વિકાસ વિભાગ દ્વારા આની ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.