GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરને રૂ. ૨૦ કરોડનું સાયન્સ મ્યુઝિયમ, ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સહિત કરોડોના વિકાસ કાર્યોની ભેટ

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત

તા.15/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહના સમાપન દિવસે આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે મહાનગર પાલિકાના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંબોધન કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા શહેરીજનોને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે આજે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. ૨ કરોડના ખર્ચે તૈયાર થયેલા ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) અને બે આર.આર. સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ફાયર અને ઇમરજન્સી સર્વિસના સાધનોની ખરીદી તથા આપત્તિ નિવારણ ઉપકરણો માટે રૂ. ૯.૭૧ કરોડના ખર્ચે કરારપત્ર કરવામાં આવ્યા છે જિલ્લા આયોજન મંડળની જોગવાઈ હેઠળ રૂ. ૧૨.૨૫ કરોડના ખર્ચે ઉપાસના સર્કલથી ભક્તિનંદન સર્કલ સુધી ડેકોરેટિવ સ્ટ્રીટ લાઇટ પોલ નાખવાના કામનું ખાતમુહૂર્ત અને લારી ગલ્લાવાળાઓ અને ફેરિયાઓ માટે PM સ્વનિધિ યોજનાના માધ્યમથી ચેક વિતરણ પણ કરવામાં આવ્યું છે નાયબ મુખ્ય દંડકએ એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતાં ઉમેર્યું હતું કે હવે સુરેન્દ્રનગરના બાળકોએ સાયન્સ સિટી જોવા અમદાવાદ જવું નહીં પડે કારણ કે શહેરમાં જ કેરાળા ગામ પાસે રૂ. ૨૦ કરોડના ખર્ચે અદ્યતન સાયન્સ મ્યુઝિયમનું નિર્માણ થવા જઈ રહ્યું છે માનનીય મુખ્યમંત્રીએ આજે વર્ચ્યુઅલી માધ્યમથી આ વિજ્ઞાન કેન્દ્રનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં રાજકોટ પછી આ સુવિધા સુરેન્દ્રનગર જિલ્લાને મળી રહી છે જે બદલ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં કમિશનર નવનાથ ગ્વહાણેએ જણાવ્યું હતું કે શહેરમાં સુરક્ષા અને મોનિટરીંગ વધારવા માટે ICCC પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે આ સેન્ટર પરથી 35 જેટલી પ્રોપર્ટીમાં સીસીટીવીનું મોનિટરીંગ શરૂ થશે અને મહાનગરપાલિકાના વાહનોના કાફલાનું પણ જીપીએસ મોનિટરીંગ કરવામાં આવશે શહેરમાં અત્યાર સુધીમાં આશરે 300થી વધારે સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડા, અગ્રણી સર્વે દેવાંગ રાવલ, જીગ્નાબેન પંડ્યા સહિત મહાનગર પાલિકાના અધિકારી કર્મચારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Back to top button
error: Content is protected !!