GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
તોરણા ભાટપુરા ગ્રુપ ગ્રામ પંચાયતનાં સરપંચ દ્વારા દિવાળી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી.

તારીખ ૨૧/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા તાલુકાના તોરણા ભાટપુરા ગ્રુપ ગ્રામપંચાયતના ઉત્સાહી સરપંચ સુરતાબેન શૈલેષભાઈ દ્વારા દીવાળી પર્વની ઉજવણી લઈ ભાટપુરા ગામની વિધવા બહેનો માટે પોતાના ઘરે સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યુ હતું જ્યાં તમામ બહેનોને ચા પાણી નાસ્તો આપી, મોં મીઠું કરાવીને સાડી ભેટમાં આપવામાં આવી હતી.ત્યારે આવતા નવા વર્ષમાં સૌ સાથે મળી કૃત્રિમ ખેતી અપનાવીએ, સ્વચ્છતામાં રસ દાખવીએ, નિરાશાને ખંખેરીને હંમેશા પરિશ્રમ કરતા રહીએ, વ્યસન મુક્ત ઘર બનાવીએ, બાળકોને ભણાવીએ ગામ અને દેશના ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરીએ જેવા સ્લોગનો બોલીને આનંદિત થયા.






