GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબીના મચ્છુ નદીમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો




MORBI મોરબીના મચ્છુ નદીમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો


મોરબીમાં મચ્છુ નદીમાંથી આજે અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીમાં લીલાપર રોડ ઉપર સ્મશાન પાછળ રામઘાટ પાસે મચ્છુ નદીમાં આજે અંદાજે 60 વર્ષની મહિલાની ડેડબોડી તરી રહી હતી. સામાજિક કાર્યકર જગદીશભાઈ બાંભણીયા,રાજુભાઈ દવે,મુન્ના ભાઈ એ આ મામલે તુરંત જ ફાયર સહિતના વિભાગોને જાણ કરી હતી. જેને પગલે ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



