GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

નવા વર્ષ નિમિત્તે “દિત્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ”દ્વારા બાળકો સાથે સમૂહ ભોજનનું આયોજન..

 

તારીખ ૨૭/૧૦/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

શિક્ષણ – આરોગ્ય – પર્યાવરણ તથા સેવાકીય પ્રવૃત્તિઓ ઉપર કાર્ય કરતી “દિત્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, પંચમહાલ” તથા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર “Godhra.Walee” દ્વારા ગોધરા તાલુકાના ધનોલ ગામ ખાતે અંદાજિત ૩૦ જેટલા બાળકો સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોને નવા વર્ષ નિમિત્તે ભોજન પણ કરાવવામાં આવ્યું. જેમાં વિજયભાઈ ભોઈ, કેતનભાઈ પંચાલ તથા દીપમાલાબેન પટેલ દ્વારા બાળકોની ભોજન વ્યવસ્થા માટે દાન આપવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા બાળકોને દિવાળી તથા નવવર્ષનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!