ખંડેવાળ ગામે અંગત અદાવતે મારામારી કરતા કાલોલ પોલીસ મથકે સામસામી નોંધાઈ ફરીયાદ..

તારીખ ૨૭/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
નવા વર્ષના દિવસે કાલોલ તાલુકાના ખંડેવાળ ગામે નજીવી બાબતે અંગત અદાવતે સામસામી ફરિયાદ નોંધાઈ છે. સરપંચ પુત્ર દિનેશભાઈ ઉર્ફે ટીલો ગણપતભાઈ પરમારે સહદેવ ઉર્ફે બચ્ચો અજબભાઈ રાઠોડ અને મયુર પ્રવીણભાઈ રાઠોડ તથા નીતિનભાઈ નરેન્દ્રભાઈ રાઠોડ સામે જુના ઝઘડાની અદાવત રાખી શર્ટ પકડી દિનેશભાઇને મોટરસાયકલ ઉપર થી નીચે પાડી દઈ ગંદી ગાળો બોલી ગડદા પાટુ નો માર માર્યો નીતિને ડાબા ખભા ઉપર બચકુ ભરી લઈ મોઢા ઉપર મુક્કા માર્યા અને તમામે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે સામાપક્ષે સહદેવભાઈ ઉર્ફે બચ્ચો અજબભાઈ રાઠોડે દિનેશભાઈ ઉર્ફે ટીલો ગણપતભાઈ પરમાર અને ગણપતભાઈ ગોકળભાઇ પરમાર તથા હસમુખભાઈ અનોપ ભાઈરાઠોડ સામે ફરીયાદ નોંધાવી છે જેમાં સરપંચ પુત્ર દિનેશભાઈ ફરિયાદી અને તેના મિત્ર વિરાજભાઈને મોટરસાયકલ અથડાવી દઈ ડાબે હાથ પગે કાંડા ના ભાગે તથા વિરાજભાઈને ડાબે પગે ઢીંચણના ભાગે ઈજાઓ પહોંચાડી જે બાબતે કહેવા જતા ગંદી ગાળો બોલી વિરાજને ગડદા પાટુ નો માર માર્યો તેમજ ગણપતભાઈ એ અને હસમુખભાઈ એ ગાળો બોલી બંનેને ગડદા પાટુ નો માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની વિગતે સામી ફરિયાદ નોંધાવી છે. કાલોલ પોલીસે બન્ને ફરીયાદ આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.






