કડદા પ્રથા મુદ્દે રાજ્યમાં ખેડૂત આંદોલન ઉગ્ર થવાના એંધાણ, સરકાર સંપૂર્ણ સતર્ક

તા.27/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ગુજરાતમાં કડદા પ્રથાએ ખેડૂત આંદોલનનો મુખ્ય મુદ્દો બની રહ્યો છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી ઉઠેલા મુદ્દાઓએ સરકારની ચિંતા વધારી છે કેમકે આ મુદ્દો હવે સૌરાષ્ટ્ર વ્યાપી બને તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે હાલ આ મુદ્દાની આગ સુરેન્દ્રનગર રાજકોટ, અમરેલી જીલ્લા સુધી તો પ્રસરી ચૂકી છે હવે 31 ઓક્ટોબરે સુરેન્દ્રનગરના સુદામડા ગામમાં ખેડૂતોની મહાપંચાયત યોજાવા જઈ રહી છે કડદા પ્રથાને કારણે ખેડૂતોને કપાસ, મગફળી સહિત ખેત પાકની વાજબી કિંમત નથી મળતી APMC માં મળતિયાઓ કડદો કરી ખેડૂતોનું નર્યુ શોષણ કરે છે તકનો લાભ ઉઠાવી મળતિયા દલાલો ખેડૂતો પાસેથી ઓછી કિંમતમાં કપાસ, મગફળી ખરીદે છે આ તરફ, સરકાર-કૃષિ વિભાગ ટેકાના ભાવે ખેત ઉત્પાદન ખરીદવામાં ઠાગાઠૈયા કરે છે જેથી મળતિયા દલાલોને છૂટો દોર મળ્યો છે કડદા પ્રથાથી ખેડૂતોને દર વર્ષે રૂપિયા 500 કરોડથી વધુનું નુકસાન થઈ રહ્યું છે તેવો અંદાજ છે બોટાદમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે થયું હતું ઘર્ષણ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથાને લઈને ખેડૂતોએ મહાપંચાયત યોજી હતી જ્યાં પોલીસ સાથે મામલો બીચક્યો હતો ઉશ્કેરાયેલાં ખેડૂતોએ પોલીસ વાહનોની તોડફોડ કરી હતી પથ્થર મારે કર્યો હતો આ ઘર્ષણમાં પોલીસે 60થી વધુ ખેડૂતોની અટકાયત કરી હતી કડદા પ્રથાનો મુદ્દે હવે ખેડૂતોનો મુખ્ય આંદોલનનો મુદ્દો બની રહ્યો છે ખેડૂતો કોઈપણ ભોગે આ પ્રથાને નાબૂદ કરવાના મૂડમાં છે સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામમાં ખેડૂતોએ ફરીથી મહાપંચાયતનું એલાન કર્યું છે જો આ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય ઉપરાંત નગરપાલિકાઓની ચૂંટણીઓમાં આંદોલનની અસર પડી શકે છે કડદા પ્રથા એટલે શું? કડદો એટલે ખેડૂતો દ્વારા લાવવામાં આવેલા ચોક્કસ પાકનો જથ્થો જે માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે રજૂ કરાય છે આ જથ્થે એક ખાસ જગ્યાએ ઢગલારૂપે મૂકવામાં આવે છે અને તેનું નિરિક્ષણ, વજન અને ગુણવત્તા ચકાસ્યા બાદ હરાજી રૂપે મૂકવામાં આવે છે ઉદાહરણ તરીકે સમજીએ તો કોી ખેડૂત 50 કિલો ઘઉંનો ઢગલો લાવે તો તે એક કડદો ગણાય છે આ કડદાનું વજન ચકાસીને તેની હરાજી થાય છે.




