
માળીયાહાટીના તાલુકાના ખંભાળિયા તથા આજુબાજુના ગામમાં ખેડૂતોને નુકસાન માવઠાનો કહેર મહેનત પર પાણી ફેરવાયું 70 થી 80% ટકા ખેડૂતોને નુકસાની મગફળી સહિત પાકને નુકસાન ખેડૂતોએ ખર્ચ કરી મહેનત કરી અને માવઠાએ પાક,ચારો પલળી ગયો ધરતી પુત્ર માટે દિવાળી આ વખતે હોળી સાબિત થઈ છે કમોસમી વરસાદે ખેડૂતોને રાતે પાણીએ રડાવ્યા કારણકે આર્થિક ફટકો પડ્યો છે ખેડૂતોના પાક પર ફરી વડીયા પાણી ખેડૂતોને મોટું નુકસાન થયું કમોસમી વરસાદ વરસી 70 થી 80% ખેડૂતો નુકસાનીના ભોગ બની ગયા છે વરસાદને લીધે મગફળી વગેરે પાક નુકસાન થયું છે ખેડૂત ની આર્થિક મુસીબતમા મુકાઈ ગયા છે.ચારો પણ પાણીથી બગડી જવાને લીધે માલ ઢોરને હવે શું ખવડાવું તેની ચિંતામાં મુકાઈ ગયા હતા મહા મહેનતે ઉગાડેલો પાક છેલ્લા સમયે બગડે ત્યારે કેવી પરિસ્થિતિ ઉભી થાય છે તેની વેદના ખેડૂત સમજી શકે મગફળી નો પાક પાણીમાં તણાયો હતો પાથરા પાણીમાં તરતાજોવા મળ્યા અને ખેડૂત દ્વારા મોંઘા ભાવનું બિયારણ લીધેલું હોય છે તથા ખાતર,દવા, વગેરે મોંઘા ભાવનું લેવું પડે છે અને ખેડૂત પાક તૈયાર કરે છે અને પાક તૈયાર થઈ ગયા પછી ઓપનેર ના માણસો ન મળે અને મહા મુસીબત ઉત્પાદન કરે છે.એ માં વરસાદનો કહેર ના લીધે ખેડૂતોને હેરાનગતીનો વારો આવે છે અને મહા મન તે ખેડૂત દ્વારા પાક તૈયાર કર્યો ને માવઠાને લીધે મોટો ફટકો લાગ્યો હવે કમોસમી વરસાદને લીધે ખેડૂતોને રાતે પાણીએ રડવાનો વારો આવે છે હવે સરકાર ક્યારે જાહેરાત કરશે સહાયની તેનો મોટો પ્રશ્ન ખેડૂતોની પરિસ્થિતિ દયાજનક ઉદ્ભવી છે અને ખેતરમાં પાણી જોવા મળ્યાં હતા મોટો નુકસાન થયું છે અને સરકાર આવી સ્થિતિમાં સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ધ્યાને રાખી તાત્કાલિક સર્વે કરાવે પૂરું વળતર ચૂકવવામાં આવે તેવિ ખેડૂત ભાઈ દ્વારા તથા ખંભાળિયાના સરપંચ શ્રી હીરાભાઈ દ્વારા માંગ ઉઠી છે. સરકાર દ્વારા માલઢોર સહાયની માંગ ઉઠી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરો એવી માંગ ખેડૂતોની ઉઠી છે
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





