કાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ કાનોડ અને રતનપુરા ગામે યોજાયો.

તારીખ ૩૦/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ કાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટી પિંગળી જિલ્લા પંચાયત દ્વારા “નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ” કાનોડ ગામે તેમજ બાકરોલ જિલ્લા પંચાયત ના રતનપૂરા ખાતે રાખેલ આ પ્રસંગે કાલોલ મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ ઉપસ્થિત રહી ભારતના પ્રધાનમંત્રીની “આત્મનિર્ભર ભારત” તથા “હર ઘર સ્વદેશી–ઘર ઘર સ્વદેશી” જેવી કલ્પનાને વેગવાન બનાવવા માટે સૌને આહ્વાન કર્યું.નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ સાથે સૌ કાર્યકર્તાઓ અને નાગરિકો સ્વસ્થ, નિરોગી અને સકારાત્મક ઊર્જાથી ભરપૂર રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી કાર્યક્રમમા ભારતીય જનતા પાર્ટી કાલોલ તાલુકા ના પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ તથા જીલ્લા માંથી ઉપસ્થિત વકતા નીતિનભાઈ શાહ. પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ ગોહિલ તાલુકા પંચાયતના અધ્યક્ષ ઉપેન્દ્રસિંહ ચાવડા તેમજ જિલ્લા પંચાયત ના સદસ્ય તથા તાલુકા પંચાયત ના સદસ્ય તેમજ સર્વ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા ભારે વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા તે બદલ મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલે સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.







