GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
		
	
	
કાલોલના વ્યાજબી ભાવના દુકાનદારો નવેમ્બર માસથી વિતરણ વ્યવસ્થાથી દૂર રહેશે તેવું મામલતદારને આવેદનપત્ર આપ્યું

તારીખ ૩૧/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ કાલોલ તાલુકા ના ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશન દ્વારા પડતર માંગણીઓ નુ યોગ્ય નિરાકરણ ના આવે ત્યાં સુધી અસહકાર આંદોલન 1લી નવેમ્બર 2025 થી શરૂ કરાયુ છે જેથી નવેમ્બર મહિનામાં દુકાનદારો વિતરણ કરવા થી દૂર રહેશે તેમ જણાવવામાં આવ્યુ છે.આંદોલનમાં કાલોલ તાલુકો પણ જોડાયેલ છે. કાલોલ તાલુકાના વાજબી ભાવ ની દુકાનના દુકાનદારો દ્વારા કાલોલ મામલતદાર ને લેખિત આવેદન આપી આ મામલે જાણ કરાઈ છે.
 
				




