LCB પોલીસે વેજલપુરના બુટલેગર અક્ષય પરમારની પાસા હેઠળ અટકાયત કરી જુનાગઢ મધ્યસ્થ જેલના હવાલે કર્યો.

તારીખ ૩૧/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ અત્રેના જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ પ્રોહીબીશન બુટલેગરો ઉપર પાસા તથા તડીપારની અસરકારક કાર્યવાહી કરવા સારૂ ગોધરા એલસીબી પોલીસ ઇન્સ્પેકટર એન.એલ.દેસાઈ ને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ અત્રેના જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે રહેતા પ્રોહીબીશનનો બુટલેગર અક્ષય રમેશભાઈ પરમારની વિરૂધ્ધમાં દામાવાવ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂ હેરાફેરી કરવાનો પ્રોહીબીશનનો ગુનો દાખલ થયેલ હતો.ઉપરોકત ઇસમની પાસા દરખાસ્ત પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.ગોધરા એ તૈયાર કરાવડાવી પંચમહાલ જિલ્લા મેજીસ્ટ્રેટ ને મોકલી આપતા પાસા દરખાસ્ત મંજુર થતા ઉપરોકત ઇસમને પાસાધારા હેઠળ અટકાયત કરી જુનાગઢ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાનો હુકમ જીલ્લા કલેકટર અજય દહિયા તરફથી મળતા ગોધરા એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેકટર એન.એલ.દેસાઈ તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ ઉપરોકત ઇસમની બાતમી હકીકત મેળવી ખાનગી વોચ રાખી સદર ઇસમને અટકાયત કરી જુનાગઢ ની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે.
 
				







