થાનગઢમા પોલીસની ચેકીંગ ડ્રાઈવ દરમ્યાન એક કાર ચાલકે અનેકને હડફેટે લીધા
કાળા કાચ વાળી ગાડી રોકતા ચાલકે સર્જયુ હિટ એન્ડ રન, પોલીસે કાર કબ્જે કરી

તા.04/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
કાળા કાચ વાળી ગાડી રોકતા ચાલકે સર્જયુ હિટ એન્ડ રન, પોલીસે કાર કબ્જે કરી, સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં પોલીસની ચેકિંગ ડ્રાઇવ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સર્જાઈ હતી પોલીસે કાળા કાચ બદલ એક કારને રોકતા જ બેફામ નબીરો કાર લઈને નાસી છૂટ્યો હતો પોલીસની હાજરીમાં જ નબીરો કાર લઈને ભાગ્યો હતો આ નબીરાએ ભર બજારમાં 15થી વધુ લોકોને અડફેટે લીધા હતા આ અકસ્માતમાં બે લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પોલીસની હાજરીમાં જ બનેલી આ ઘટના બાદ ખુદ ડીવાયએસપી અને થાન પીઆઇએ નબીરાની અટકાયત કરી તેને જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું હતું પોલીસે નંબર પ્લેટ વગરની અને બ્લેક ફિલ્મ ધરાવતી અન્ય લક્ઝુરિયસ ગાડીઓ પણ જપ્ત કરી કાયદો અને વ્યવસ્થા સુધારવાના પ્રયાસો શરૂ કર્યા છે થાનગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લીંબડીના ડીવાયએસપી અને થાન પોલીસ દ્વારા આઝાદ ચોક ખાતે ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે આ ચેકિંગ ડ્રાઇવ દરમિયાન જ એક ગંભીર હિટ એન્ડ રનની ઘટના બનતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે પોલીસ જ્યારે વાહનોનું ચેકિંગ કરી રહી હતી તે સમયે બ્લેક ફિલ્મ લગાવેલી એક કાર ઝડપથી આવી હતી અને તેણે ચેકિંગ પોઈન્ટ પાસે ઊભેલા અનેક લોકોને અડફેટે લીધા હતા કારની ટક્કર એટલી જોરદાર હતી કે તેમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી જ્યારે અન્ય કેટલાક લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ ગંભીર અકસ્માત સર્જાયા બાદ અસમાજિક તત્વોની જેમ વર્તતા કારચાલકે પોતાની કારને થોડે દૂર ખાખરાળી ચોકડી નજીક મૂકી દીધી હતી અને તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો ઘટનાની ગંભીરતા જોતાં થાનગઢ પોલીસે તાત્કાલિક કારને કબજે લીધી હતી અને તેને પોલીસ સ્ટેશન લાવી હતી પોલીસે ફરાર કારચાલક વિરુદ્ધ ઈરાદા પૂર્વક હત્યાનો પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે આ ઘટનાએ ટ્રાફિક ડ્રાઇવની સુરક્ષા અને અસામાજિક તત્વોના બેફામ વર્તન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે થાન પોલીસ ટ્રાફિક ડ્રાઇવ સમયે એક કારને તપાસ માટે રોકવાનો ઇશારો કરતાં પોલીસને જોઇ ડ્રાઇવરે કાર હંફાવી મૂકી હતી 10 લોકોને ભરબજારે ઉડાડ્યા હતા બાદમાં કાર મૂકી ફરાર થઇ ગયો હતો થાનગઢ નવા પીઆઇ ટી.બી.હીરાણી અને લીમડીના ડીવાયએસપી વિશાલ રબારી દ્વારા પીપળાના ચોકમાં ટ્રાફિક ડ્રાઈવ કરાઇ હતી દરમિયાન એક કારને રોકવાનો પ્રયાસ કરતાં કારમાં બેઠેલા શખ્સ દ્વારા થાનગઢ પીપળાના ચોકની અંદર રેલવે ફાટક સુધી કાર દોડાવાઇ હતી બાઇકને 500 મીટર સુધી ઢસડી લઈ ગયો હતો પોલીસ તેની પાછળ દોડતાં પિક્ચરમાં દ્રશ્ય સર્જાય એવા દ્રશ્યો સર્જાયા હતા આ સમયે સ્વીફટ ગાડી દ્વારા 8થી 10 લોકોને ઇજા કરાતાં એક વ્યક્તિને પગે ફેક્ચર થયું હતું કાર ખાખરાળી ચોકડીએ ગાડી બિનવારસી મળી હતી. કારમાંથી એક મોબાઇલ મળ્યો છે નંબરના આધારે આ કાર વિજય ખાચરના નામે હોવાનું જાણવા મળ્યું હતું.




