આણંદ 130થી વધુ એકમોમાં પોરા મળતાં નોટીસ ફટકારીને રૂ 3.48 લાખનો દંડ વસૂલાયો

આણંદ 130થી વધુ એકમોમાં પોરા મળતાં નોટીસ ફટકારીને રૂ 3.48 લાખનો દંડ વસૂલાયો
તાહિર મેમણ – આણંદ – 04/11/2025 – કરમસદ આણંદ મનપા આરોગ્ય વિભાગ દ્વારા ચાલુવર્ષે શહેરને મેલેરિયા મુકત બનાવવા માટે ખાસ અભિયાન હાથ ધરીને મેલેરિયા સ્કીમની અને અર્બન હેલ્થ સેન્ટરના 20ટીમો સંયુક્ત રીતે કામગીરી કરી જુદા જુદા વિસ્તારમાં શિક્ષણ સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, કન્સ્ટ્રક્શન સાઈટ્સ, મૂવી થિયેટર્સ અને શોપિંગ સેન્ટર્સની મુલાકાત લઇને ગંદકી સહિત 130થી વધુ એકમોને નોટીસ ફટકારીને રૂ 3.48 લાખનો દંડ વસુલતા મેલેરિયા કેસોમાં ધરખમ ઘટાડો થયો છે.
મનપાની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા દર સપ્તાહે સ્પેશીયલ ઝુંબેશ હાથ ધરીને વિવિધ એકમો તપાસ કરીને સ્વચ્છતા જાળવવા અને મચ્છરોના પોરા ના થાય તે માટે વિવિધ જગ્યાએ તપાસ હાથધરી હતી. એક ના એક એકમમાંથી ત્રણ વખત પોરા મળે તો તેને નોટીસ ફટકાવવાની સાથે કડક કાર્યવાહી કરવામાં આવે છે. જેના કારણે બાંધકામ સાઇટ, શૈક્ષણિક સંસ્થાઓ, હોટલો, શોપિંગ સેન્ટર્સ સહિત જગ્યાના સંચાલકો સ્વચ્છતા જાળવી રહ્યાં પોરાના પ્રમાણ ઘટયું છે. જેના કારણે ગતવર્ષે મેલેરિયાના કેસ 8 નોંધાયા હતા તે ઘટીને માત્ર 2 થયા છે. જ્યારે ગતવર્ષે ડેન્ગ્યુના કેસ 66 નોંધાયા હતા. તેની સામે ચાલુવર્ષે માત્ર 32 નોંધાયા છે.તેમ મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ડો.રાજેશ પટેલ જણાવ્યું હતું





