પાટડી ખાતે વડવાળા મંદિર દુધરેજના મહંતના અધ્યક્ષ સ્થાને ખારાપાટ રબારી સમાજનો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો.
દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કણીરામ બાપુએ આશિર્વચન પાઠવી સમાજના દીકરા દીકરીઓ શિક્ષિત અને દીક્ષિત બને તે દિશામાં આગળ વધવા હાંકલ કરી

તા.06/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કણીરામ બાપુએ આશિર્વચન પાઠવી સમાજના દીકરા દીકરીઓ શિક્ષિત અને દીક્ષિત બને તે દિશામાં આગળ વધવા હાંકલ કરી
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે વડવાળા મંદિર દુધરેજના મહંત શ્રી કનીરામ બાપુના અધ્યક્ષસ્થાને ખારાપાટ રબારી સમાજ શૈક્ષણિક ચેરીટેબલ ટ્રસ્ટનો પ્રથમ સન્માન સમારોહ યોજાયો હતો જેમાં મહંતશ્રી કનીરામ બાપુ તેમજ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિત સમાજના ઉચ્ચ અધિકારીઓ અને આગેવાનોના હસ્તે ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓ, વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર તેમજ નવ નિયુક્ત સરકારી કર્મચારીઓને શીલ્ડ, સન્માન પત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કણીરામ બાપુએ આશિર્વચન પાઠવતા જણાવ્યું હતું કે ખારાપાટના વડીલોનું સપનું હતું કે આ પરગણાની દીકરીઓને ભણવા માટે ક્યાંય જવું ન પડે અને પાટડીમાં જ તેમને ભણવાની વ્યવસ્થા થઈ જાય આ વડીલોના સપનાને પૂરું કરવા માટે ખારાપાટ રબારી સમાજ શૈક્ષણિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક સંકુલ બનાવવાની જે નેમ લીધી છે તે આગામી દિવસોમાં શૈક્ષણિક સંકુલ ના નિર્માણ થવાથી પૂર્ણ થશે વધુમાં તેમણે જણાવ્યું કે ખારાપાટ પરગણાના વડીલો, યુવાનો, સરકારી અધિકારી – કર્મચારીઓ દીકરીઓના શિક્ષણ માટે ચિંતિત છે જેના કારણે આવા સન્માન સમારો જેવા કાર્યક્રમો યોજાય છે આજે જે તેજસ્વી તારલાઓનું સન્માન થયું એ ગૌરવનો દિવસ છે આ સન્માન સમારોહ કરવાથી સારું પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન તો થશે જ પરંતુ અહીં બેઠેલા અનેક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પણ આગામી સમયમાં સન્માન મેળવવા માટે પ્રેરણા મળશે આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા જણાવ્યું હતું કે રબારી સમાજ આજે શિક્ષણની દિશામાં ઝડપભેર આગળ વધી રહ્યો છે શિક્ષણ એ આજના યુગમાં ખૂબ જરૂરી છે ત્યારે કન્યા કેળવણી માટે રબારી સમાજ ખારાપાટ દ્વારા શૈક્ષણિક સંકુલ બનાવવાનું જે કાર્ય ઉપાડ્યું છે તે વંદનીય છે આવા કાર્યો થકી સમાજના છેવાડાના વિસ્તારમાં રહેતી દીકરીઓને ઘર આંગણે સુવિધા યુક્ત શિક્ષણ મળશે વધુમાં તેમણે સન્માન સમારોહમાં સન્માનિત થનાર વિદ્યાર્થીઓને વિશિષ્ટ પદવી મેળવનારને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આજે સમાજ દ્વારા જે સન્માન આપવામાં આવ્યું છે તેને પ્રેરણા બનાવી આગામી સમયમાં ઉતરોતર પ્રગતિ કરવા શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે દસાડા ધારાસભ્ય પી.કે. પરમારે જણાવ્યું હતું કે, કોઈપણ સમાજનો વિકાસ કરવો હોય તો તેના પાયામાં શિક્ષણ એ અગત્યની બાબત છે શિક્ષણના માપદંડ થકી જ સમાજનો વિકાસ નક્કી કરવામાં આવતો હોય છે ત્યારે રબારી સમાજના શિક્ષણ માટે આજનો કાર્યક્રમ બહુ મહત્વનો સાબિત થશે વધુમાં તેમણે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિનું રખોપું રબારી એટલે કે માલધારી સમાજે કર્યું છે રબારી સમાજની પાઘડી એ પરંપરાગત સંસ્કૃતિનું પ્રતિક દર્શાવે છે અને આ ભારતીય વિરાસતને આ સમાજે ઉજાગર કરી છે આ પ્રસંગે આઇપીએસ બળદેવભાઈ દેસાઈએ જણાવ્યું હતું રબારી સમાજ હવે અન્ય સમાજની સાથે શિક્ષણ ક્ષેત્રમાં પણ હરીફાઈ કરતો થયો છે દીકરાઓ સાથે દીકરીઓને પણ યોગ્ય શિક્ષણ મળે તો સમાજ વધુ સારું પરિણામ આપી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે સેમિનાર યોજવા જોઈએ અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો સમાજની કોઠા સુચના પરિણામો અનેક દીકરાઓ દીકરીઓ જીપીએસસી યુપીએસસી જેવી એક્ઝામ ઓપન પાસ કરી શકે છે આ પ્રસંગે એડિશનલ કલેક્ટર જે બી દેસાઈએ જણાવ્યું હતું કે શિક્ષણ એ આપણા સમાજમાં બધા રોગોની દવા છે આજે દરેક સમાજના પોતાના શૈક્ષણિક સંકુલો બન્યા છે આજના આ હરીફાઈ ના યુગમાં ટકવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે જો સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધશે તો સમાજ આપોઆપ સમૃદ્ધિ તરફ આગળ વધશે ડીવાયએસપી બોટાદ મનિષાબેન દેસાઈએ જણાવ્યું હતું કે રબારી સમાજમાં દીકરીઓના શિક્ષણનું પ્રમાણ વધ્યું છે આજે યોજાયેલ સન્માન સમારોહમાં 70 થી વધુ ઇનામો સન્માનો એ દીકરીઓએ મેળવ્યા છે જે સમાજની કન્યા કેળવણી પ્રત્યેની જાગૃતતા બતાવે છે આગામી સમયમાં આ દીકરીઓ રાજ્ય અને દેશનું નામ રોશન કરશે વધુમાં તેમણે જણાવ્યું કે દીકરીને સંસ્કાર સાથે શિક્ષણનું મહત્વ સમજાવતા કહ્યું કે સંસ્કાર આપવા ખૂબ જરૂરી છે પરંતુ સાથે સાથે આજના આધુનિક યુગમાં શિક્ષણનું ખૂબ જ મહત્વ છે આથી દરેક દીકરીઓને શિક્ષણ મળે એ આપણા સૌની જવાબદારી અને પ્રાથમિકતા હોવી જોઈએ કાર્યક્રમ દરમ્યાન કમશીભાઈ બાર- નગવાડા (હાલ બોપલ)દ્વારા શૈક્ષણિક સંકુલ માટે ભૂમિ દાન જાહેર કરવામાં આવ્યું હતું જે સમાજના શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ માટે એક ઐતિહાસિક અને પ્રેરણાદાયક નિર્ણય છે આ તકે એસ.ટી. નિગમના નિવૃત સચિવ કે.ડી. દેસાઈ નાયબ કલેકટર કલ્પેશ ગરીયા ગોપાલક નિગમના પૂર્વ ચેરમેનશ્રી અરજણભાઈ રબારી, ગોપાલક નિગમના પૂર્વ ચેરમેનશ્રી ડૉ. સંજય દેસાઈ ઘેટા ઉન વિકાસ નિગમના ઉપાધ્યક્ષ અમરશીભાઈ રબારી અને ગણતર સંસ્થાના સુખદેવભાઈ પટેલે પ્રેરણાદાયિક ઉદબોદન કર્યું હતું આ કાર્યક્રમમાં પૂજ્ય શ્રી મુળદાસ બાપુ (ગેડીયા)
શ્રી સુરાભાઈ પી. ખટાણા વાઈસ ચેરમેન, સુ.નગર જિલ્લા સહકારી સંઘ, શ્રી રઘુવીર ખાંભલા (ચીફ ઓફિસર, પાટડી), શ્રી દિલીપભાઈ પટેલ (પ્રભારી – જૂનાગઢ જિલ્લા ભાજપ)શ્રી કમશીભાઈ બાર (પ્રમુખ RECT ખારાપાટ), પી. આઈ. કે.ડી. ખાંભલા પમીબેન ખાંભલા, દેવ રંજીયા સહિત ખારાપાટ પરગણા રબારી સમાજના આગેવાનો વડીલો યુવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





