ધાંગધ્રા શહેરમાં રખડતા શ્વાને બાળકીને બચકા ભરતા ઇજા પહોંચી

તા.07/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં રખડતા શ્વાને સોસાયટીમાં રહેતી એક બાળકીને બચકા ભરતા સામાન્ય ઈજાઓ પહોંચી હતી જ્યારે પાડોશીએ બાળકીને બચાવી લેતા પરિવારજનોએ રાહત અનુભવી હતી ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા એક પરિવારની 09 વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી તે સમયે અચાનક રખડતા શ્વાને પગના ભાગે બાળકીને બચકા ભરી લેતા ઈજાઓ પહોંચી હતી જેની જાણ થતા જ બાજુમાં રહેતા પાડોશી આવી પહોંચ્યા હતા અને બાળકીને પોતાના ઘરમાં લઈ ગઈ શ્વાનથી બચાવી હતી તેમજ શ્વાનને ભગાડી મૂક્યું હતું રહિશોના જણાવ્યા મુજબ આ શ્વાને અગાઉ પણ અનેક લોકોને ટાર્ગેટ કરી ચૂક્યું છે તેમજ સોસાયટી તથા બહારના રાહદારીઓ અને વાહન લઈને રોડ પરથી નીકળે તરત જ પાછળ દોડે છે આમ છેલ્લા ઘણા સમયથી શ્વાનના આતંકને લઈને સોસાયટીના સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે જે અંગે અનેક વખત જવાબદાર તંત્રને રજૂઆત કરી રખડતા શ્વાનને પુરવાની માંગ કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી આથી કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા રખડતા શ્વાનને ઝડપી લેવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે.




